National

સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો, શરીર પર મળી આવ્યા ઈજાના અનેક નિશાન

ગોવા: (Goa) ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને ટિકટોક સ્ટાર (TikTok Star) સોનાલી ફોગાટના (Sonali Fogat) મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સોનાલી ફોગાટના શરીર પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સોનાલીના શરીર પર ઈજાના ઘણા નિશાન જોવા મળ્યા છે. રિપોર્ટ અનુસાર આ ઈજા કોઈ ભારે અથવા નક્કર વસ્તુના કારણે થઈ હોવી જોઈએ. ફોગાડના પરિવારના સભ્યોની આશંકા બાદ ગોવા પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે. બીજી તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઈજાના નિશાન સામે આવ્યા બાદ ગોવા પોલીસે એફઆઈઆરમાં (FIR) સોનાલી ફોગાટના બે સહયોગીઓ વિરુદ્ધ હત્યાનો આરોપ ઉમેર્યો છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે 42 વર્ષીય ફોગાટના મૃત્યુ સાથે સંબંધિત કેસમાં IPCની કલમ 302 (હત્યા) ઉમેરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે સુધીર સાંગવાન અને સુખવિંદર વાસીને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે જ્યારે ફોગાટ 22 ઓગસ્ટે ગોવા પહોંચ્યા ત્યારે સાંગવાન અને વાસી તેમની સાથે હતા. સોનાલી ફોગાટના ભાઈ રિંકુ ઢાકાએ બુધવારે અંજુના પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા
બીજી તરફ સોનાલી ફોગાટના પીએ સુધીર સાંગવાન અને તેમના મિત્ર સુખવિંદર વાસીને ગોવા પોલીસે કસ્ટડીમાં લીધા છે. પોલીસ આ મામલાની રાજકીય ષડયંત્રના એંગલથી પણ તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં આ મામલાને લગતા ઘણા લોકોને સમન્સ મોકલીને બોલાવવામાં આવશે.

સોનાલી ફોગાટના મૃત્યુના બે દિવસ પછી તેમના પરિવારના સભ્યોની સંમતિ મેળવ્યા બાદ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના એક અધિકારીએ આ જાણકારી આપી. ટિકટોકથી પ્રખ્યાત થયેલા હરિયાણાના હિસારના બીજેપી નેતા ફોગાટ (42)ને મંગળવારે સવારે ઉત્તર ગોવા જિલ્લાના અંજુના વિસ્તારની સેન્ટ એન્થોની હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ અગાઉ કહ્યું હતું કે સંભવતઃ હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું હતું. આ પછી પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો.

ગોવા પોલીસને આપેલી ફરિયાદમાં ફતેહાબાદ જિલ્લાના ભૂથાન કલાન ગામની રહેવાસી રિંકુએ જણાવ્યું હતું કે તેની બહેન સોનાલી ફોગટે વર્ષ 2019માં આદમપુર બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણી લડી હતી. દરમિયાન, ગોહાના નજીક ખેડીમાં રહેતા સુધીર સાંગવાનને પીએ તરીકે નોકરી પર રાખવામાં આવ્યો હતો. સુધીર ભિવાનીના રહેવાસી સુખવિંદર શિયોરાનને પણ પોતાની સાથે લઈ ગયો.

બીજી તરફ સોનાલીની જેઠાણી અંજનાએ આરોપ લગાવ્યો હતો કે ઘટનાની સાંજે સોનાલીના મોબાઈલ પર ફોન આવ્યો હતો. ત્યારબાદ તેના પીએ સુધીરે ફોન ઉપાડ્યો હતો. ફોન ઉપાડ્યા પછી અંજનાએ કહ્યું કે બહાર હવામાન કેટલું સરસ છે તો સુધીરે કહ્યું કે હું હમણાં જ જાગ્યો છું અને અમે મુંબઈમાં છીએ. તે સમયે મને ખબર પડી કે સોનાલી મુંબઈમાં છે. સવારે જ્યારે સોનાલીને તેના મૃત્યુની ખબર પડી ત્યારે તેણે સુધીરને ઘણી વખત ફોન કર્યો પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહીં. જ્યારે તેણે ફોન ઉપાડ્યો તો તેણે કહ્યું કે તે રાત્રે શૂટિંગના કારણે મુંબઈથી ગોવા આવ્યો હતો. અંજના કહે છે કે ગોવા પોલીસ તપાસ કરશે તો બહાર આવશે કે તેઓ મુંબઈ ગયા હતા કે નહીં.

Most Popular

To Top