Gujarat

બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતો મુક્ત

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) ગોધરાકાંડ (Godhrakand) દરમિયાન બિલ્કીસ બાનો (Bilkis Bano) ગેંગરેપ કેસમાં (Gang Rape case) દોષિત ઠરેલા તમામ 11 દોષિત કેદીઓને સ્વતંત્રતા દિવસે મુક્ત કરવામાં આવ્યા છે. સોમવારે આ લોકો ગોધરા સબ જેલમાંથી (Godhara Sub jail) બહાર આવ્યા હતા. ગુજરાત સરકારે તેની માફી નીતિ હેઠળ રિલીઝ કરવાની મંજૂરી આપી હતી. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 2002માં ગોધરાની ઘટના બની હતી.

3 માર્ચ 2002ના રોજ દાહોદ જિલ્લાના રણધિકપુર ગામમાં બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. જ્યારે ગુનો આચરવામાં આવ્યો ત્યારે બિલ્કીસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી. રાધેશ્યામ શાહી, જસવંત ચતુરભાઈ નાઈ, કેશુભાઈ વદાનિયા, બકાભાઈ વાડાનિયા, રાજીવભાઈ સોની, રમેશભાઈ ચૌહાણ, શૈલેષભાઈ ભટ્ટ, બિપિનચંદ્ર જોષી, ગોવિંદભાઈ નાઈ, મિતેશ ભટ્ટ અને પ્રદીપ મોઢિયા સામે FIR દાખલ કરવામાં આવી હતી. આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદમાં ટ્રાયલ શરૂ થઈ. જો કે, બિલકીસ બાનોને ડર હતો કે સાક્ષીઓને નુકસાન થઈ શકે છે અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવા સાથે છેડછાડ થઈ શકે છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2004માં કેસને મુંબઈ ટ્રાન્સફર કર્યો હતો.

21 જાન્યુઆરી, 2008ના રોજ, મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે આ કેસમાં 11 આરોપીઓને દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યાર બાદ બોમ્બે હાઈકોર્ટે તેની સજા યથાવત રાખી હતી. આ દોષિતોએ 18 વર્ષથી વધુ સમયની સજા ભોગવી હતી, ત્યારબાદ રાધેશ્યામ શાહીએ કલમ 432 અને 433 હેઠળ સજા માફ કરવા માટે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે અરજી ફગાવી દેતા કહ્યું કે તેમની માફી પર નિર્ણય લેવા માટે ‘યોગ્ય સરકાર’ મહારાષ્ટ્ર છે. ગુજરાત નહિ.

ત્યારપછી રાધેશ્યામ શાહીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને કહ્યું કે તે 1 એપ્રિલ, 2022 સુધી કોઈપણ છૂટ વિના 15 વર્ષ અને 4 મહિના જેલમાં રહ્યા છે. 13 મેના રોજ, SCએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગુનો થયો હોવાથી, રાધેશ્યામ શાહીની અરજીની તપાસ કરવા માટે ગુજરાત રાજ્ય યોગ્ય સરકાર છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 9 જુલાઈ, 1992ની માફી નીતિ અનુસાર અકાળે મુક્તિ માટેની અરજી પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો અને કહ્યું હતું કે બે મહિનામાં નિર્ણય લઈ શકાય છે. પંચમહાલના કલેક્ટર સુજલ માયત્રાએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને તેમની સજામાં માફીના મુદ્દા પર ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યો હતો, ત્યારબાદ સરકારે એક સમિતિની રચના કરી હતી. આ પેનલનું નેતૃત્વ કલેક્ટર કર્યું હતું. કલેક્ટરે જણાવ્યું હતું કે સમિતિએ ઘટનાના તમામ 11 દોષિતોને મુક્ત કરવાની તરફેણમાં સર્વસંમતિથી નિર્ણય લીધો હતો. ભલામણ રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી અને ગઈકાલે અમને તેમની મુક્તિના આદેશો મળ્યા હતા.

ગુજરાતમાં 2002ના રમખાણો બાદ બિલ્કીસ બાનો પર હુમલો થયો હતો. અમદાવાદના રણધિકપુરમાં રહેતા બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યો હુમલા દરમિયાન માર્યા ગયા હતા. તે સમયે બિલ્કિસ માત્ર 19 વર્ષની હતી અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. તેના પર સામૂહિક બળાત્કાર થયો હતો.

Most Popular

To Top