ડૉ. મકરંદ કમાકરી (ટાટા મેમોરિયલ હોસ્પિટલ, મુંબઈ)એ સોશ્યલ મીડિયા દ્વારા ખાસ કરીને મહિલાઓને જાગૃત કરવા હેતુથી જણાવ્યું છે કે ફ્રીઝ અને તેમાં મૂકવામાં આવતા ખાદ્ય પદાર્થ અને કેન્સરને ગાઢ સંબંધ છે. આપણા બધાના ઘરમાં ફ્રીઝ છે અને તેમાં ઘરની મહિલાઓ દૂધ-દહીં-માખણ અને સાબુદાણા, સોયા સોસ, ટોમેટો કેચઅપ, લોટ, પૌંવા, રવો, અથાણું, પાપડ, મસાલા, ડ્રાયફ્રૂટ, શાકભાજી વ.વ. વસ્તુઓ ફ્રીઝમાં મૂકવાનું વલણ ધરાવવામાં છે. એટલું જ નહીં ફ્રૂટ, ગઈ કાલનું વધેલાં-શાક-દાળ-ભાત, મસાલાના પેકેટો, ઠંડા પીણાઓ અને ખૂબ મોંઘાં હોય તેવા તમામ પદાર્થો મૂકવામાં આવે છે અને એવી ગેરસમજ છે કે, બધી વસ્તુઓ ફ્રીઝમાં સરસ રીતે રહે છે.
ખરેખર, તો એમાં કેન્સરનો વાયરસ બની રહ્યો છે. આપણને એમ લાગે કે ફ્રીઝ અને કેન્સર વચ્ચે કોઈ જોડાણ નથી, પરંતુ 1000 લોકોના અભ્યાસમાં જાણવા મળ્યું કે, 1000 માંથી 538 લોકોને કેન્સર હોવાનું નિદાન થયું, જેમાં મોટા ભાગની મહિલાઓ હતી! આ બધાથી બચવા (કેન્સરથી) ફ્રીઝમાં સ્ટોર કરવાને બદલે જરૂર હોય તેટલું જ લાવો, ઈડલી, ઢોસા, વડા-સંભાર બનાવવા માટેનો લોટ તાજો ઉપયોગમાં લો, ચણાની દાળનો લોટ કે અન્ય લોટ વ.માં જંતુઓ ખૂબ જ ઝડપથી પ્રવેશ કરે છે, તેને ગરમ કરીને તડકામાં સૂકવી ઉપયોગમાં લો, બાંધેલો લોટ (લોયા) ફ્રીઝમાં ન મૂકો, ફળો અને શાકભાજી બે દિવસમાં વપરાય તેટલાં જ લાવો. 48 કલાકમાં દૂધનો ઉપયોગ કરીને બાકીના વધેલા દૂધને ફેંકી દો, રાખશો નહીં. કેન્સર થાય પછી ઘણું બધું છોડવું પડે તે પહેલાં આ બાબતે જાગૃત થઈ અત્યારથી છોડો તેવું ડૉ. મકરંદ કમાકરીનું કહેવું છે. આપણા વડીલો કહેતા કે વાસી ખાવું હોય તો ફ્રીઝ ઘરમાં લાવો. પણ તે પાછળનો હેતુ ઉપરની બાબતે સચેત કરવાનો પણ હોઈ શકે!
સુરત – પરેશ ભાટિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.