વર્તમાન મોદી સરકારના રાજમાં શાસકોએ એવો માહોલ ઉભો કર્યો છે કે, દેશની દરેક સમસ્યાઓ જાણે, મુસલમાનોને કારણે જ ન ઉદ્દભવી હોય ! શાસકો અને એમના મળતીયાઓ મુસ્લીમો વિરૂધ્ધ જાતજાતના ગતકડાંઓ ઉભા કરી હોંકારા પડકારા કરી મુસ્લીમ યુવાનોને ઉશ્કેરી રહ્યા છે. એમાં મુસ્લીમો ભેરવાઈ રહ્યા છે અને હિંદુઓનું ધ્યાન દેશની વરવી વાસ્તવિક સમસ્યાઓ ઉપરથી હટી મુસલમાનો તરફ ડાયવર્ટ થાય છે. હવે જુઓ એક હીરાના મોટા જૈન વેપારીની 42/45 વર્ષની દીકરી (અપરિણીત) જાહેરમાં કહે છે કે હું તો લગ્ન કરીશ તો સલમાનખાન સાથે જ કરીશ ! એના ગાંડપણથી આખો પરીવાર વ્યથિત છે હવે આમાં સલમાનખાનનો અને મુસલમાનોનો શું વાંક કે ગુનો ?
કીસ્સો (2) સંઘ પરિવારનો એક કાર્યકર પોતાના ઘરમાં ધંધો કરતો હતો જે એના પડોશીને ખુંચતું હતું આ હિંદુ પડોશીએ એનો સોસાયટીમાં ચાલતો ધંધો બંધ કરાવવા ઠેરઠેર અરજીઓ કરી આકાશ પાતાળ એક કરી એને પરેશાન કરી નાંખ્યો હવે એ સંઘ કાર્યકર કહે છે હવે હું મકાન વેચીશ તો કોઈ મુસલમાનને જ. કીસ્સો (3) એક સોસાયટીમાં એક સંઘ કાર્યક્રરે પોતાના પૈસાદાર પડોશીને પોતાના બારણાંમાં ગાડીઓ પાર્ક કરવાની ના પાડી જેથી ગીન્નાયેલો પેલો હિંદુ પડોશી રોજ નવા નવા બહાને ઝઘડા કરે છે. હવે સંઘવાળા ભાઈ પણ કહે છે તમારા કરતા મુસલમાન સારા, અને હવે હું મારૂં મકાન કોઈ મુસ્લીમને જ વેચીને જઈશ બોલો હવે આ તમામ સત્ય કિસ્સાઓમાં મુસલમાન ક્યાંય સંડોવાયેલ છે ? આમાં હિંદુત્વ ક્યાં છે ?
સુરત – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.