સુરત (Surat) : ઉપરવાસમાં સામાન્ય વરસાદના (Rain) કારણે અને હથનુર ડેમમાંથી (Hathnur Dam) હજી પણ છોડાતા પાણીના કારણે ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવક (Inflow) સતત ચાલુ છે. સોમવારે બપોરે 12 કલાકે ઉકાઈની સપાટી 333.15 ફૂટ નોંધાઈછે. જેથી પાણીની આવક ડેમમાં જે થઈ રહી છે. તેના કરતાં પાણીનો જથ્થો વધુ પ્રમાણમાં છોડવામાં આવી રહ્યો છે. હાલમાં ડેમની સપાટી રૂલ લેવલને પાર થઈ ગઈ હોય તંત્ર દ્વારા પાણી છોડવાનું વલણ જાળવી રાખવામાં આવ્યું છે. બપોરે 12 વાગ્યે ઉકાઈ ડેમની સપાટી 333.15 ફૂટ નોંધાઈ હતી. હાલમાં ડેમમાંથી ઈનફલો એટલો આઉટફલો ચાલુ રાખવામાં આવ્યો છે. 12 વાગ્યે ડેમમાં 77417 ઈનફલો સામે 77417 આઉટફલો નોંધાયો હતો.
- ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા તંત્ર ચિંતિત
- સોમવારે સવારે 10 કલાકે ઉકાઈની સપાટી રૂલ લેવલથી ઉપર નોંધાઈ
- ઉકાઈની સપાટી 333.16 ફૂટ નોંધાઈ
- ઉકાઈમાં ઈનફલો 57,260 ક્યૂસેક સામે આઉટફલો 71,680 ક્યૂસેક
આ અગાઉ આજે સોમવારે સવારે 10 કલાકની સ્થિતિ અનુસાર ઉકાઈ ડેમમાં ઈનફલો 57,260 ક્યૂસેક છે, તેની સામે ડેમમાંથી આઉટફલો 71,680 ક્યૂસેક થઈ રહ્યું છે. રવિવારની સરખામણીએ ઈનફલો અને આઉટફલો બંને ઘટ્યું છે, પરંતુ હાલ તંત્રની ચિંતા ડેમનું રૂલ લેવલ જાળવી રાખવાની છે. દરમિયાન રવિવારથી જ સતત પાણી છોડવામાં આવી રહ્યું હોય તાપીમાં પાણીનો પ્રવાહ તેજ જોવા મળી રહ્યો છે. દરમિયાન ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું હોય તાપીમાં કોઝવે સુધી એક લીલા રંગનો મોટા પત્થર જેવો પદાર્થ ધસી આવ્યો છે, જેને લોકોમાં કૂતુહલ જગાડ્યું છે. રવિવારે સાંજે આ લીલા પદાર્થને જોવા લોકો મોટી સંખ્યામાં કોઝવે પર ઉમટી પડ્યા હતા.
ચોર્યાસી તાલુકામાં રાત્રિ દરમિયાન 1 ઈંચ વરસાદ વરસ્યો, સુરત શહેરમાં ઝાપટાં
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં રાત્રિ દરમિયાન સારો વરસાદ વરસ્યો હતો. સવારે 10 વાગ્યા સુધીમાં ચોર્યાસી તાલુકામાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. આ વરસાદ ઉભા પાકને માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ સુરત શહેરમાં સવારે 7 કલાકે ઝાપટા પડ્યા હતા. ત્યાર બાદથી થોડા થોડા સમયે ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
ઉકાઈનું રૂલ લેવલ જાળવવા તંત્ર ચિંતિત
રવિવારે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 333 ફૂટથી એક ફૂટ વધી 334 ફૂટ પર પહોંચી જતા તંત્ર ચિંતિત બન્યું હતું. આવક એટલી જાવકનો નિયમ અપનાવી ઉકાઈ ડેમના તંત્રએ રવિવારે પાણી છોડવાનું ચાલુ રાખ્યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદે તંત્રની ચિંતા વધારી હતી. જોકે, સોમવારે સવારથી ઉપરવાસમાં વરસાદ નરમ પડતા પાણીની આવક ઘટી છે. તેમ છતાં ડેમના અધિકારીઓ દ્વારા આવક કરતા વધુ જાવકનો નિયમ અપનાવાયો છે. આજે સવારે 10 કલાકની સ્થિતિ અનુસાર ઉકાઈ ડેમમાં ઈનફલો 57,260 ક્યૂસેક છે, તેની સામે ડેમમાંથી આઉટફલો 71,680 ક્યૂસેક થઈ રહ્યું છે. રવિવારની સરખામણીએ ઈનફલો અને આઉટફલો બંને ઘટ્યું છે, પરંતુ હાલ તંત્રની ચિંતા ડેમનું રૂલ લેવલ જાળવી રાખવાની છે. કોઝવે ની સપાટી 8.39 મીટર નોંધાય છે.