Editorial

દરેક નેતાઓને ત્યાં તપાસ થાય તો દેશનું અડધું દેવુ પતી જાય તેટલા રૂપિયા મળે

સામાન્ય પ્રજા 2000 રૂપિયાની નોટ માટે તરસી જાય છે ત્યારે પશ્વિમ બંગાળમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટીચર ભરતી કૌભાંડમાં બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીના 13 ખાનગી ઠેકાણાઓ પર ઇડી એ રેડ પાડી છે. ઇડી એ મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ કરી છે. તો બીજી તરફ તેમના સહયોગી અર્પિતા મુખર્જીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સુકાંત આચાર્યને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. શુક્રવારે અર્પિતા મુખર્જીના ઘરેથી 21 કરોડમાં બે હજાર અને 500 ની નોટનો ઢગલો મળ્યો હતો. જે જોઇને ઇડીના અધિકારી પણ ચોંકી ગયા હતા.  ઇડીની ટીમ સતત પાર્થ ચેટર્જીના નજીકના માણસોના ઠેકાણાઓ પર રેડ પાડી રહી છે.

24 કલાકથી વધુનો સમય વિતી ગયો છે અને રેડ હજુ ચાલુ છે. ઇડીએ મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ કરી છે. પાર્થ ચેટર્જીને સીએમ મમતા બેનર્જીના નજીકના ગણવામાં આવે છે. તમને જણાવી દઇએ કે 2017 માં થયેલી ટીચર ભરતી કૌભાંડમાં ઇડીએ આ રેડ પાડી હતી. તે સમયે પાર્થ ચેટર્જી બંગાળના શિક્ષણ મંત્રી હતા.  શુક્રવારે ઇડીની ટીમે પાર્થ ચેટર્જીના અંગત અર્પિતા મુખર્જીના ઘરે રેડ પાડી હતી. જ્યાં તેમણે 21 કરોડ રૂપિયા કેશ, 20 મોબાઇલ, અને મોટી માત્રામાં સોના ચાંદી અને વિદેશી કરન્સી મળી હતી. આ ભારે ભરઘમ રકમને ગણવા માટે બેંક કર્મચારીઓને કાઉટીંગ મશીનનો સહારો લેવો પડ્યો હતો. અર્પિતા મુખર્જી ઓડિયા અને તમિલ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

પાર્થ ચેટર્જી સાથે જોડાયેલા 13 સ્થળો પર રેડમાં આ કાળા ખેલનો ખુલાસો થયો હતો. પશ્વિમ બંગાળમાં સ્કૂલ સેવા આયોગ અને પ્રાઇમરી એજ્યુકેશન ભરતી કૌભાંડમાં કરવામાં આવ્યું છે. બંગાળમાં આ મોટા કૌભાંડમાં ઇડીની શરૂઆત થઇ કાર્યવાહી સતત ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના સકંજામાં હજુ ઘણા લોકો આવશે. સામાન્ય પ્રજાને 2000 અને 500ની નોટ જોવા માટે પણ ફાંફા મારવા પડે છે. એક મહિના સુધી કાળી મજૂરી કરે ત્યારે પગાર રૂપે આ બંને નોટના દર્શન થાય છે.

અને જે રીતે દેશમાં મોંઘવારી વધી રહી છે તે જોતા તો ગણતરીના દિવસોમાં જ આ રૂપિયા વપરાઇ પણ જાય છે એટલે મધ્યમવર્ગ માટે તો 2000ની નોટ જેટલા દિવસ ઘરમાં રહે તેટલા દિવસ સારા ગણાઇ પરંતુ દેશના નેતાઓને ત્યાંથી 2000 અને 500ની નોટના ડુંગર મળે છે. જે ચોંકાવનારી વાત છે. આ જ દર્શાવે છે કે દેશના મોટાભાગના રાજકારણી ભ્રષ્ટ છે. આ તો માત્ર એક નેતાની વાત છે પરંતુ જો દેશના તમામ નેતાને ત્યાં ઇડી તપાસ કરે તો દેશનું અડધું દેવું પૂરું થઇ જાય તેમ છે. આ આપણા દેશની કરુણતા છે કે નેતાઓ જેટલા તવંગર છે તેના કરતાં દિવસેને દિવસે વધુ તવંગર બની રહ્યાં છે અને દેશનો નાગરિક જેટલો ગરીબ છે તે દિવસેને દિવસે વધુ ગરીબ બની રહ્યો છે.

Most Popular

To Top