વડોદરા: વડોદરા શેરમાંથી છેલ્લા કેટલા સમયથી માત્ર વિકાસ થયો છે પરંતુ તે વિકાસ માત્ર ઉપલા કાઠે જ થયો હોય તેવું લાગી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા ધોવાઇ ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. તથા શહેર અને છેવાડે રહેતા રહેવાસીઓ આજે પણ છેવાડાના જ માનવી રહ્યા છે કે ત્યાં નથી નિયમિત કોઈ સફાઈની વ્યવસ્થા કે નથી પાકા રોડની સુવિધા. આવી જ દુર્દશા અભિલાષા પાસે આવેલ સમાં કેનાલની પાછળની છે. હાલ આ વિસ્તારમાં ચોમાસાના કારણે અમુક સોસાયટીઓ અને વિસ્તારમાં નર્કાગાર હાલતમાં ફેરવાઈ ગઈ છે. પાલિકા તંત્રને હાથો બનાવીને શાસકપક્ષ ભાજપે વિકાસ યાત્રાનું જે ડીડક ચાલુ કર્યું છે તેમાં વિવિધ વિસ્તરોમાં પાલિકા તંત્ર વાહકો અને વિકાસ યાત્રાનો રથ લઈને નહી પણ પગપાળા કરે તેવી ચેલેન્જ આ વિસ્તારનાં રહીશોએ આપી છે.
વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત થયા બાદ અને એ પછી સમયાંતરે વરસતા ઝાપટા સાથે શહેરના મોટાભાગના વિસ્તારોમાં નરકથી પણ બદતર હાલત થઇ ગઈ છે. વડોદરા શહેરમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કર્યા બાદ થોડા સમય બાદ મેઘરાજા બ્રેક લે છે. આશિક ઉઘાડ પણ નીકળે છે તેમ છતાં શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદી પાણીના ગંધાતા ખાબોચિયા અને તેમાં મચ્છરોના જુંડ વસવા લાગ્યા છે. રોડ પર જમા થયેલી ગંદકીના થર પણ ઉલેચવામાં આવ્યા નથી. આવી જ હાલત અભિલાષા પાસે આવેલ સમાં કેનાલની પાછળની છે.
વડોદરા મહાનગર પાલિકા તંત્ર અને શાસકોને ઢંઢોળવા માટે અને જનતાની વેદનાને પહોચાડી વિસ્તારનાં રહેતી ગંદકીની સમસ્યા ને લઈને તંત્ર વિરુદ્ધ પ્રચંડ જનાક્રોષ સામે આવ્યો હતો. આમ પણ છેવાડાના વિસ્તારો ગણાય છે અને અહીની જનતાને છેવાડાની જ માનીને પાલિકાના અધિકારીઓ અને શાસકો ઉપેક્ષા દાખવી રહ્યા છે અને એમાં પણ નવા નિશાળિયા તરીકે આવેલા નગરસેવકોને આ વિસ્તારની કઈ પડી નથી તેવો પ્રચંડ રોષ લોકોએ ઠાલવ્યો છે.
આમ તો વડોદરા મહાનગર પાલિકા મોટી મોટી બંગો પોકારે છે કે અમે પ્રિ મોન્સુનની કામગીરી કરી છે પરંતુ પાલિકાની પ્રિ મોન્સુનની કામગીરી પોકળ સાબિત નીકળી છે. વડોદરા શહેરમાં ઠેર ઠેર ગંદકી અને કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પાલિકાના અધિકારીઓ અને ચુંટાયેલી પાંખના સભ્યો પણ આ વિસ્તારની મુલાકાત લેવા પણ જતા નથી પરિણામે વિસ્તારનાં રહીશોએ પાલિકા અને ચુટાયેલા સભ્યો વિરુદ્ધ રોષ દાખવ્યો હતો.