વ્યારા: કુકરમુંડા (Kukarmunda) તાલુકાનાં જુના આશ્રાવા ગામની સીમમાંથી પસાર થતી તાપી (Tapi) નદીમાંથી (River) નિંભોરાનાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. કુકરમુંડા તાલુકાનાં નિંભોરા ગામનો યુવક તા.17મી જુલાઇ 2022નાં રોજ તેનાં પિતાએ (Father) પાળેલ ઘોડાને (Horse) હાઇવે (High Way) ઉપર ફરાવવા લઇ જવાની ના પાડતા તેને મનમાં ખોટુ લાગી આવતા યુવકે હથોડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં ભૂસકો મારી લેતા તેનું ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત (Death) નિપજ્યાનું યુવકનાં પિતાએ પોલીસને જણાવ્યું હતું.
- કુકરમુંડાનાં જુના આશ્રાવા ગામ પાસે તાપી નદીમાં ભૂસકો મારી નિંભોરાનાં યુવકનો આપઘાત
કુકરમુંડા તાલુકાના નિભોરા ગામના 19 વર્ષીય સંદિપભાઇ પ્રકાશભાઇ પાટીલને ખોટું લાગી આવતા તાપી નદીમાં ઝપલાવી દીધું હતું. સંદિપના પિતાના જણાવ્યા અનુસાર સંદિપે તેમનો પાળેવો ઘોડો હાઈવે પર ફારવવા માટે કહ્યું હતું, પરંતુ તેના પિતાએ આ વાતની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેથી સંદિપને મનમાં ખોટું લાગી આવાતા મોટર સાઈકલ લઈ ઘરેથી નીકળી ગયો હતો. સંદિપ હથોડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદી ઉપર બનાવેલા પુલ પર મોટરસાઇકલ મૂકીને તાપી નદીમાં ઝંપાલવ્યું હતું. તાપી નદીના ઉંડા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી પહોંચી હતી. યુવકનો મૃતદેહ કુકરમુંડા જુના આશ્રાવા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના કિનારેથી મળી આવ્યો હતો.
નીટની પરીક્ષામાં નાપાસ થવાના ડરે કોલેજના પ્રોફેસરના પુત્રનો આપઘાત
વલસાડ : વલસાડના તિથલ રોડ ઉપર રહેતા કોલેજના પ્રોફેસરના પુત્રએ તાજેતરમાં નીટની પરીક્ષા આપ્યા બાદ નાપાસ થવાના ડરે તેણે પોતાના બેડરૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી ગઈ હતી. તેણે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી છે. હાલ તો પોલીસે લાશનો કબજો લઇ તપાસ હાથ ઘરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના તિથલ રોડ ઉપર આવેલા આરએમ ડ્રિમ્સના પહેલા માળે રહેતા ધર્મેન્દ્ર બાબુ પ્રજાપતિ વલસાડની સરકારી પોલિટેક્નિક કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેમના 20 વર્ષીય પુત્ર ઓજસે હાલમાં જ ધો 12ની પરીક્ષા પાસ કરી નીટની પરીક્ષા પણ આપી હતી. તેનું પરીક્ષાનું પરિણામ આવવાનુ બાકી હોય નાપાસ થવાના ડરે ઓજસ તણાવમાં આવી ગયો હતો.
ગતરોજ સાંજે ઓજસએ પોતાના બેડરૂમમાં ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લેતા ભારે ચકચાર ગઈ છે. પિતા ધર્મેન્દ્રભાઈ વોશરૂમમાં જવા માટે નીકળ્યા તે દરમિયાન તેમના પુત્રના બેડરૂમનો દરવાજો ખુલ્લો જોતા તેઓ તેના બેડરૂમમાં ગયાં હતાં. તેમણે પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોતા અવાક બની ગયા હતા. જે અંગે વલસાડ સિટી પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને યુવાન પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. સ્યુસાઇડ નોટમાં નીટની પરીક્ષાને લઈને તે સતત તાણ અનુભવી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું પીએસઆઇએ જણાવ્યું હતું. પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.