1857માં લંડનમાં ફિલોલોજિકલ સોસાયટી નામની સંસ્થાએ એક સંપૂર્ણ પરિપૂર્ણ અંગરેજી શબ્દકોષની કલ્પના કરી યોજના એટલી મોટી હતી કે 20 વર્ષ પસાર થયા કામપુરું થવાનું નામ લેતું ન હતું. આખરે 1879માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોજેક્ટ સંભારયા નામ હતુ જેમ્સ મરે, વિધ્વાનોએ અભિપ્રાય આપ્યા અંગ્રેજીની પવિત્રતા જાળવી રાખવી. ભાષા જીવતું જાગતું પ્રાણી છે. જીવન જ્યારે ખળખળ નદીની જેમ વહે છે. તો ભાષામાં પણ એી જ લવચિક્તા હોવી જોઈએ. દરેક શબ્દની યાદી બનાવવા માટે દુનિયાભરમાં જ્યાં પણ અંગ્રેજી બોલવામાં આવે ત્યાં એક અપીલ ફેલાવી કે આમ જનતા એક કાગળ પર પોતાનો ગમતો શબ્દ લખીને એનો વાક્યમાં ઉપયોગ કરીને બતાવે જેથી સંપાદક તેનો અર્થ સારી રીતે સમજી શકે.
કોઈ ઈનામની લાલચ અપાઈ ન હતી છતા હજારો પત્ર આવ્યા. જાણવા જેવી બાબત એ છે કે મરેએ જે કામ શરૂ કર્યુ હતુ તે આજે પણ ચાલુ જ છે. માત્ર પધ્ધતિ બદલાઈ છે. હવે પત્રો નહીં ઈમેલ દ્વારા સુચન મળે છે. સંપાદક ઈન્ટરનેટ પર શોધ ખોળ ધ્વારા પણ નવા શબ્દો ઓળખે છે. વૈદિકરણના યુગમાં અંગ્રેજી શબ્દ કોષમાં બીજી ભાષાઓના શબ્દ પણ સામેલ થયા છે. તેમાં હિન્દી ભાષાના શબ્દોને સામેલ કરાયા છે. જેમાં ડબ્બા, હડતાલ, શાદી અને આદપૂર આવ્યા છે. પણ આપણી ગુજરાતી ડિક્શનરી ભગવદ્ગોમંડળ ગોંડલના મહારાજાએ રચના કરી હતી. જાણ કારો વધુ પ્રકાશ પાડશે!
ગંગાધરા – જમિયતરામ શર્મા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.