Dakshin Gujarat

નવસારીમાં પૂરે તારાજી સર્જી, ખડસૃપા પાંજરાપોળમાં 100થી વધુ ગાયોના મોત, તંત્રએ રેસ્ક્યુ હાથ ધર્યું

નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં પૂરની (Flood) સ્થિતિને પગલે પાંજરાપોળ (Cages ) ખાતે રાખવામાં આવેલા પશુઓમાંથી (Animal) 42 પશુઓના પૂરના પાણીને લીધે મોત (Death) નિપજ્યા છે. જ્યારે અંદાજે 300 જેટલા પશુ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જોકે અંદાજે 100 પશુઓના મોત થયાનું અનુમાન છે. બીજી તરફ પશુઓના મોટ બાદ તેમના ચામડા કાઢી વેપાર કરાતો હોવાના આક્ષેપો સાથેનો વિડીયો (Video) વાઇરલ (Viral) થતાં ખળભળાટ મચી ગયો છે.

નવસારી તાલુકાના ખડસૃપા  ગામે આવેલા પાંજરાપોળમાં પણ પુરના પાણી ઘુસી ગયા હતા. પાંજરાપોળ ખાતે ગાય, વાછરડા, પાડા અને ભેંસ મળી કુલ 1200 પશુ હતા. પુરના પાણી પાંજરાપોળમાં ઘૂસવાની તૈયારી હોવાથી તમામ પશુઓને ઉંચાણવાળા શેડમાં ખસેડ્યા હતા. પરંતુ પાંજરાપોળ ખાતે ઈજાગ્રસ્ત પશુઓ આવતા હોવાથી કેટલાક પશુઓ ઉભા થઇ શકતા ન હતા. જેટી પુરના પાણીમાં 42 પશુઓના મોત નિપજ્યા હતા. જ્યારે અંદાજે 300 જેટલા પશુઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

પશુઓના મોત બાદ તેમના ચામડા કાઢી વેપાર કરાતો હોવાના આક્ષેપો સાથેનો વિડીયો વાઇરલ
બીજી તરફ એક વિડીયો વાઇરલ થયો હતો. જેમાં મૃત ચામડી વિનાના પશુઓના હાડપિંજરો ખુલ્લામાં પડી રહ્યા હતા તેમજ પશુઓના ચામડા કાઢી એક જગ્યાએ ભેગા કરવામાં આવ્યો હતા. તે ચામડાનો વેપાર થતો હોવાના આક્ષેપો વાઇરલ થયેલા વીડિયોમાં કરવામાં આવ્યો હતો. અને તે બાબતે સખતમાં સખત કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.

આ અંગે ગૌસંવર્ધન જિલ્લા કન્વીનર મહેન્દ્રભાઈ દરબારે જણાવ્યું હતું કે, પાંજરાપોળમાં 1200 પશુઓ પૈકી ઘણા પશુઓને બચાવી લેવાયા હતા. પરંતુ 42 પશુઓ એવા હતા કે જે ઉભા થઇ શકતા ન હતા. જેથી તેમનું પુરના પાણી આવતા મોત થયા છે અને પશુઓના ચામડા કાઢી વેપાર કરવામાં આવતો હોવાનો વિડીયો વાઇરલ થયો છે તે લોકોમાં અણસમજ ફેલાવવા માટે છે. કારણ કે પશુઓના મૃત્યુ બાદ તેમના ચામડા કાઢવામાં આવે છે તે લીગલ પ્રોસિઝર છે. પહેલા બારડોલી ચર્મ ઉદ્યોગને મૃત પશુઓના ચામડા કાઢવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. પરંતુ તે છેલ્લા 3 વર્ષથી બંધ છે. જેથી જે લોકો મૃત પશુઓના ચામડા કાઢતા હોય છે તેમની સાથે કોન્ટ્રાકટ કરતા હોય છે અને તેમને મૃત પશુઓ સોંપી દેવામાં આવે છે.

Most Popular

To Top