વ્યારા: તાપી (Tapi) જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠક જિલ્લા સેવા સદન સભાખંડમાં યોજાઈ હતી. એ.આર.ટી.ઓ.એ છેલ્લા ત્રણ માસ દરમિયાન માર્ગ અકસ્માત (Accident) , મૃત્યુ (Death), ઈજાના (Injury) આંકડાનું અવલોકન, પોલીસ અને આર.ટી.ઓ.સંયુક્ત વિઝિટ, એન્ફોર્સમેન્ટ ઓફ લો, રોડ એન્જિનિયરિંગ સંબંધિત મુદ્દા, જન જાગૃતિ પ્રચાર-પ્રસાર, એન.એચ.53 ઉપર યુ ટર્ન વગેરે રજૂ કર્યા હતા. વધુમાં તાપી જિલ્લામાં અકસ્માતના ચોંકાવનારા આંકડા મળ્યા છે. છેલ્લા 3 માસમાં 30 જેટલા અકસ્માત નોંધાયા હતા, જેમાં કુલ 30 માનવ મૃત્યુ થયા છે. મૃત્યુમાં એકપણ વિદ્યાર્થીઓ ન હોવાની સ્પષ્ટતા કરાઈ છે.
- માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ, અકસ્માતોના નિવારણ નિયમોનું પાલન કરવા અપીલ
જિલ્લામાં માર્ગ અને સલામતી અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે, જિલ્લામાં અકસ્માતોના નિવારણ માટે શક્ય એટલા પગલાં લઈ અકસ્માતોની સંખ્યા ઘટે એ સંબંધિત અધિકારીઓએ જોવાનું રહેશે. વ્યારા અને સોનગઢ ખાતે ટ્રાફિકની સમસ્યા સર્જાય એ માટે ચીફ ઓફિસરોએ વાહન પાર્કિંગની સુવિધાઓ તેમજ સર્વિસ રોડ ઉપર થઈ રહેલા દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો રાખવાનો રહેશે. જેથી રાહદારીઓ કે વાહનચાલકોને અગવડ ન પડે અને અકસ્માતો નિવારી શકાય. તમામ નાગરિકોને અકસ્માત નિવારણ માટે નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.
નાયબ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૬ માસમાં ઈ.પી.કો.૨૭૯ હેઠળ ૧૦૬૮ કેસ, ઈ.પી.કો.૨૮૩ હેઠળ-૩૨ કેસ, એમ.વી.એક્ટ ૧૮૫ હેઠળ ૮૨૧ કેસ, એમ.વી.એક્ટ એન.સી.ની સંખ્યા ૯૨૪૭, આર.ટી.ઓ.૨૭૬, કોર્ટ મેમો ૨૮૭ એમ.વી.એક્ટ હેઠળ વસૂલ કરેલા સમાધાન શુલ્ક સ્થળ દંડ રકમ રૂ.૪૩,૮૯,૫૦૦ આર.ટી.ઓ. દંડ વસૂલાત રૂ.૮,૮૧,૦૩૩ અને કોર્ટ મેમો દંડ રૂ.૬૯,૭૫૦ વસૂલાત કરવામાં આવી છે.
રાણીપુરામાં ધોરી માર્ગ પર અકસ્માતમાં ડમ્પર નીચે ગાય ફસાઈ
ઝઘડિયા: ઝઘડિયા તાલુકામાં આવેલા રાણીપુરા ગામે ધોરી માર્ગ વચ્ચેથી પસાર થતી એક ગાય હાઈવા ડમ્પરની અડફેટો ફસાઈ ગઈ હતી. ફસાયેલી ગાયને કાઢવા માટે જેસીબીનો ભરપૂર ઉપયોગ કરી કાઢતાં ગંભીર રીતે ઘવાયેલી હોવા છતાં જીવ બચી ગયો હતો.
ગુરુવારે બપોરે બે વાગ્યાના અરસામાં રાણીપુરા ગામે એક ગાય હાઇવાના ડમ્પર નીચે વચ્ચોવચ ફસાઈ ગઈ હતી. ગાય ફસાતાં જાણે મોતના મુખમાં જતી હોય એવો અહેસાસ થયો હતો. જીવદયાપ્રેમી ગણાતા લોકોએ ગાયને બચાવવા માટે હાઈવા અને જેસીબીનો ઉપયોગ કર્યો હતો. ગાયને બચાવવા માટે આખા ડમ્પરને જેસીબીથી ઊંચકી બહાર કાઢી હતી. જો કે, ગંભીર રીતે ઘવાયેલી ગાયને આખરે જેસીબીના પાવડામાં નાંખીને રાણીપુરા ગામે પશુપાલકના ઘરે લઇ ગયા હતા.
જો કે, આ સમાચાર લખાય છે એ વેળા ગંભીર રીતે ઘવાયેલી ગાય જીવિત હતી. જો કે, ગાય ઊભી થવાની શક્યતા દેખાતી નથી. આખી ઘટના અંગે હજુ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.