ધરમપુર : ધરમપુર (Dharmapur) તાલુકાના એક ગામમાં પિતાએ (Father) પોતાની સગીર દિકરી (Daughter) ઉપર છેલ્લા બે વષૅથી અવારનવાર શરીર સંબંધ બાધી બળાત્કાર (Rape) કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી ગઈ હતી. સગીરાની માતાએ (Mother)ફરિયાદ આપતા દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો.
- ધરમપુર તાલુકાના એક ગામમાં પિતાએ પોતાની સગીર દિકરીને આ વાત કોઈને કરશે તો મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ કરતો હતો
- ખુદ પત્નીએ જ પોતાના પોલીસ વિરૂદ્ધ બળાત્કારની પોલીસ ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરૂ કરી
ધરમપુર તાલુકાના એક ગામમાં રહેતા પિતાએ જ પોતાની સગીર વયની દીકરી ઉપર દાનત બગાડી છેલ્લા બે વર્ષથી તેના ઘરમાં બળજબરીથી શરીર સંબંધ બાંધી પાશવી બળાત્કાર કરતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પોતાની સગીર વયની દીકરીને આ વાત કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તથા ઘરમાંથી કાઢી મુકવાની ધમકી પણ આપતો હતો. પોતાની સગીર વયની દિકરીને ગભૅવતી બનાવતાં તેણીએ એક બાળકીને જન્મ આપ્યો હતો.
આ અંગેની ફરિયાદ સગીરાની માતાએ નોંધાવતા ભારે ચકચાર મચી ગઈ હતી. પત્નીએ તેના પતિ વિરુદ્ધ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે પોલીસે જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ 2012 ની કલમ મુજબ ગુનો નોધી વધુ તપાસ સીપીઆઇ એસ.આર.ગામીત કરી રહ્યા છે.
ઉશ્કેરથી રાષ્ટ્રીય પાણી વાઘના ચામડા સાથે ત્રણ આરોપી ઝડપાયા
માંડવી: માંડવી-કીમ રોડ પર આવેલા ઉશ્કેર ગામેથી વાઘના ચામડા સાથે ત્રણ આરોપીને વન વિભાગે દબોચી લેતાં હલચલ મચી ગઈ હતી. સુરત નાયબ વન સંરક્ષક પુનિત નૈયર માર્ગદર્શન મુજબ વ્યારા વન વિભાગના અધિકારી તથા વન કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી બાતમીવાળી જગ્યા પર વ્યારા ડિવિઝનના સ્ટાફ મારફતે રેકી કરી માંડવી તાલુકાના ઉશ્કેર ગામે રહેતા જેઠા જહા સાટિયાના ઘરે રેડ પાડી હતી.
દરમિયાન વન્ય પ્રાણી વાઘ ચામડું નંગ-1 સાથે ત્રણ આરોપી જેઠા સાટિયા (ઉં.વ.25) (ધંધો-પશુપાલન), ધીરુ સોમા ગામીત (ઉં.વ.54) (રહે.,બોરસદ) (ધંધો-ખેતી), રાજુ ગંજી ગામીત (ઉં.વ.38) (રહે.,ચીખલદા) (ધંધો-રેતી) સ્થળ પરથી ઝડપાતાં પ્રાથમિક પૂછપરછ કરી માંડવી વન કચેરીના દક્ષિણ રેન્જના RFO એચ.જે.વાંદાએ તા.7 જુલાઈએ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 મુજબ ગુનો નોંધ્યો હતો. સાથે આગળની તપાસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપીના મોબાઈલ નંગ-4ને કબજે લઈ તથા વાઘના ચામડાને પરીક્ષણ માટે ‘wild Life Institute of india’ દેહરાદૂન ખાતે મોકલવાની કાર્યવાહી કરી હતી.