Madhya Gujarat

આણંદ-ખેડામાં સપ્તાહ દરમિયાન મધ્યમથી ભારે વરસાદનાે વર્તારાે

આણંદ : આણંદ – ખેડા જિલ્લામાં ચોમાસાની મોસમ પુર બહાર ખીલી છે. મેઘરાજાની મહેરબાનીથી વરસાદનું આગમન થઈ ગયું છે. થોડા દિવસ પહેલા બોરસદમાં અનરાધાર વરસાદ થવાથી જળબંમબાકાર જેવી સ્થિતી સર્જાણી હતી. જોકે બે ત્રણ દિવસથી વરસાદના નાના ઝાપટા આવી રહયા છે. ચરોતરમાં મેઘરાજાનું આગમન ધમાકેદાર રહ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી વરસાદના નાના નાના ઝાપટા આવીને ધરતીની ભીંજવી રહ્યા છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઇ છે. વરસાદનું આગમન થતા ધરતીપુત્રમાં આણંદની લાગણી ફરી વળી છે. હવામાન વિભાગના જણાવ્યાનુંસાર, આ અઠવાડીયામાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે પવન 13 થી 14 પ્રતિકિલોમીટરની ઝડપથી ફુકાશે. આ દરમિયાન ખેડુતોને ચોમાસુ પાકનું વાવેતર કરવા, આંતરખેડ, પારવણી, આખલા પુરવા જેવા ખેતીકાર્ય કરવા, પાણીનો ભુગર્ભમાં સગ્રહ કરવા જેવી સલાહ આપવામાં આવી છે. પશુપાલકને પશુઓમાં થતી ગળસુંઢો, ગાઠીયો તાવ અને ખરવા-મોવાસા જેવા ચેપીજન્ય રોગ માટે રસી મુકાવા અને પશુ તથા ઘાસચારો પલડે નહી તેનું ધ્યાન રાખવા તાકીદ કરી છે.

ગરબાડા તાલુકાના અભલોડ ગામે મકાનની દિવાલ પડતા મહિલાનું મોત ત્રણને ગંભીર ઇજા
અભલોડ ગામના કોઠડા ફળિયામાં કાચા મકાનની દીવાલ ધરાશાઈ થતાં એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ દીવાલની નીચે દબાયા હતાં જેમાં મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું.
વરસાદી ઋતુના પગલે મકાન ના સમારકામની કામગીરી કરવામાં આવી રહી હતી જેમાં મકાનની દીવાલ ધડાકાભેર નીચે પડી હતી જેમાં મહિલા સહિત ચાર લોકો દીવાલ ની નીચે દબાઈ જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.દીવાલ પડતાં ની સાથે જ આસપાસ ના લોકો દોડી આવી દીવાલ નીચે દબાઈ ગયેલ લોકોને બહાર કાઢી ૧૦૮ એમબ્યુલેન્સ ને જાણ કરતા ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન મહિલા નું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.અન્ય ત્રણ લોકોની દાહોદ ઝાયડસ હોસ્પિટલ માં સારવાર ચાલુ છે.

Most Popular

To Top