અમેરિકા નામની વિશ્વની મહાસત્તા ‘ગન કલ્ચર’ને લીધે લાચારીતા અનુભવે છે. શસ્ત્રો અંગેના ઉદાર કાયદાઓને લીધે માત્ર 18 વર્ષના છોકરાએ ગોળી મારી 19 નાના ભૂલકાઓને મારી નાંખ્યા. અંતે તેને પણ ગોળીથી ઠાર મરાયો. આવી વિકટ પરિસ્થિતિ હાલ ક્યાંય નથી. સ્વરક્ષણમાં ઉપયોગમાં લેવાતી પિસ્તોલ, હેન્ડગન અને રાઈફલનો ઉપયોગ જ્યારે નિર્દોષ વ્યક્તિઓની હત્યા માટે થાય ત્યારે કાયદામાં બદલાવ લાવવાની જરૂર ખરી નહીં. અમેરિકી પ્રમુખ જોન બાઈડેન દ્વારા આ કાયદા સંદર્ભીત પ્રયત્નો થયો, પણ સામાન્ય બુદ્ધિ અને બંધારણ બંનેથી વિપરીત જાય છે. ખરેખર જાહેર જનતાના સ્વરક્ષણની જવાબદારી પોલીસતંત્રની છે, તો ગન કલ્ચરની છૂટ શા માટે? વર્ષ 2022ના વર્ષમાં છેલ્લા 6 મહિનામાં 250થી વધુ ગોળીબારીના બનાવો બન્યા છે, જેમાં 300થી વધુના મોત અને 1000થી વધુ ઘાયલ છે. જો પહેલેથી જ શસ્ત્રો અંગેના કાયદાઓમાં આટલી છૂટછાટ ન હોત તો આજે આ પરિસ્થિતિમાં મૂકાવાનો વારો દેશનો ન આવે.
સુરત – ભાવિશા ત્રિવેદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નાગરિકની સુરક્ષા પોલીસ કરે કે નાગરિક સ્વયં?
By
Posted on