દાહોદ : દેવગઢબારીયા તાલુકાના મોટીઝરી ગામ ખાતે સરકારની યોજનાની કામગીરી ચોમાસુ સત્રમાં યુદ્ધ ના ધોરણે ચાલી રહી છે. એક તરફ નલ સે જલ યોજનાની કામગીરીમાં ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવા પાઈપ લાઈન કરી દેવામાં આવી હજુપણ કામગીરી અધૂરી પડી છે અને ગ્રામપંચાયત પાસેથી લાખો રૂપિયાની રકમનો ચેક લઈ કામગીરી અધૂરી છોડી ગયા પછી કોન્ટ્રાકટરના દર્શન પણ દુર્લભ થઈ ગયા છે. જયારે બીજી તરફ મોટીઝરીના તળાવ ની આસપાસ ના ખેડૂતો ને ખેતીપાક માટે સિંચાઈ નુ પાણી મળી રહે તે માટે હાલમાં કામગીરી ચાલુ છે. જે માટે તળાવ ની પાસે એક સિંચાઈ કૂવો બનાવી જે કુવા માંથી યાંત્રિક મશીન અથવા ઇલેક્ટ્રિક મોટર મારફતે પાણી પાઈપલાઈન મારફતે ખેડૂતના ખેતરમાં પહોંચાડાશે તેવી યોજનાની કામગીરી હાલ ચાલુ છે.
જે સિંચાઈ કૂવો બનાવવામાં આવી રહ્યો છે તે કુવાના બાંધકામમાં હલકી ગુણવતાનુ મટિરિઅલ વાપરી આરસીસી કોન્ક્રિટ કરાઈ રહ્યું છે. અધૂરામાં પૂરું આ કુવા માટે જે લોખંડ વાપરવાનું છે તેમાં પણ લોખંડના સળિયાનુ અંતર બહુ દૂર રાખી લોખંડ બાંધવામાં આવ્યું છે જયારે નીચેના ભાગે કોઈ રાઉન્ડ બીમ નહીં મૂકી માત્ર ખોદાણવાળા ભાગની ઉપર આ કામગીરી કોન્ટ્રાકટર દ્વારા કરાઈ રહી છે. આ અંગે મોટીઝરી ગામના સામાજિક કાર્યકર ગણપત વીરસીંગ પટેલ તથા બીજા જાગૃત નાગરિકો એ સ્થળ ઉપર જઈ આવી હલકી કામગીરી થતી હોય કામગીરી બંધ કરી દેવાનુ કહેતા કોન્ટ્રાકટર પોતાના મનસ્વી પણાથી હજુ પણ હલકી કામગીરી કરી સરકાર ના લાખોનુ મોટુ નુકશાન પહોંચાડી શકે છે.