Gujarat

ગુજરાતનાં આ શહેરોમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

આજે અષાઢી બીજના દિવસે મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. ત્યારે હવામાન વિભાગ(Meteorological department) દ્વારા સુરત(Surat) સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat)માં ભારેથી અતિભારે વરસાદ(Rain)ની આગાહી કરી છે. હાલમાં રાજયમાં ચોમાસુ જામી રહ્યું છે. ગત મોદી રાતથી રાજ્યનાં વિવિધ શહેરોમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. સુરતમાં પણ એક જ રાતમાં 11 ઇંચ વરસાદ પડતા શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે હવે ફરી હવામાન વિભાગે 5 દિવસ ભારથી અતિભારે વરસાદની આગાહી કરતાં તંત્ર સાબદું થઇ ગયું છે.

દક્ષિણ ગુજરાતનાં આ શહેરોને વરસાદ ઘમરોળશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી (Gujarat heavy rain forecast) છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ ઓલપાડમાં નોંધાયો
રાજ્યના 90 તાલુકામાં છ વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી નોંધાયેલા વરસાદમાં સૌથી વધારે સુરતના ઓલપાડ તાલુકામાં નોંધાયો છે. ઓલપાડમાં 4 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. રાજ્યના 14 તાલુકામાં આજે સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં અત્યારસુધી સીઝનનો 10 ટકા વરસાદ વરસ્યો
રાજ્યમાં અત્યારસુધી સિઝનનો 9.41 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 173.15 એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો 11.73 ટકા વરસાદ પડ્યો છે.પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનનો સરેરાશ 68.75 એમ.એમ. વરસાદ પડ્યો છે, જે સિઝનનો 8.53 ટકા વરસાદ છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 74.96 ટકા વરસાદ પડ્યો છે, જે સિઝનનો 10.6 ટકા છે. હાલ એવા છ તાલુકા છે જેમાં બિલકુલ વરસાદ નોંધાયો નથી. ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં અત્યારસુધી સરેરાશ 18.40 એમ.એમ. વરસાદ પડ્યો છે, જે સિઝનનો 4.03 ટકા છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 30.24 એમ.એમ. વરસાદ પડ્યો છે, જે સિઝનનો કુલ 4.20 ટકા વરસાદ છે.

Most Popular

To Top