Dakshin Gujarat

આજે રથયાત્રા: ભગવાન જગન્નાથનો જય જયકાર થશે, વ્યારામાં બપોરે રથયાત્રા નીકળશે

વ્યારા: વ્યારા (Vyara) નગરમાં આશરે સાત વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી રથયાત્રા (Rathyatra) આ વર્ષે પણ પરંપરાગત રીતે નગરનાં માર્ગોને (Road) દીપાવશે. વ્યારા નગરમાં ભગવાન જગન્નાથ (Lord Jagannath) રથયાત્રા સમિતિ, હિન્દૂ સંગઠન અને ભાવિક ભકતો દ્વારા ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું છે. વ્યારા નગરના ફડકે નિવાસ ખાતેથી બપોરે ૨:૩૦ વાગ્યે આ યાત્રાનું મુખ્ય મહેમાનો (Guests) વિધિવત રીતે પ્રસ્થાન કરાવશે. જેનું સાંજે મહાદેવ નગર પાસે સમાપન થશે. ઢોલ- નગારા સાથે ધામ ધુમથી નીકળનાર આ યાત્રા નગરજનો માટે આકર્ષણ કેન્દ્ર બની રહેશે.

ભરૂચ જિલ્લામાં શુક્રવારે 4 સ્થળેથી રથયાત્રા નીકળશે. જેને લઈ પોલીસ વિભાગ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં ૨૫૦ વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે ૩ અલગ-અલગ રથ તૈયાર કરવામાં આવ્યા છે. ત્રણેય રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન થશે અને નગરચર્યાએ નીકળનાર છે. જેને પગલે આયોજકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. સાથે ભરૂચની આશ્રય સોસાયટી નજીક પણ ભગવાન જગન્નાથ મંદિરેથી ઉડિયા સમાજ દ્વારા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા એક જ રથમાં નગરચર્યાએ નીકળનાર છે. જેને લઇ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તો ભરૂચ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ઇસ્કોન સમિતિ દ્વારા પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

  • ભરૂચમાં 3 અને અંકલેશ્વરમાં 1 સ્થળે રથયાત્રા નીકળશે, 1000 પોલીસકર્મી તૈનાત
  • પોલીસ વિભાગ સતર્ક થઈ ગયો
  • ઉડિયા સમાજ, ઈસ્કોન સમિતિ સહિત અન્ય સંસ્થા દ્વારા ભવ્ય આયોજન કરાયું
  • ઢોલ-નગારાં સાથે ધામધૂમથી નીકળનાર યાત્રા નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે
  • ભરૂચ શહેરમાં ૨૫૦ વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે ૩ અલગ-અલગ રથ તૈયાર કરવામાં આવ્યા
  • આયોજકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે

ભરૂચ શહેરમાં ત્રણ સ્થળેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળનાર છે. આ તરફ અંકલેશ્વરમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. જેને લઈ પોલીસ વિભાગ સતર્ક થઈ ગયો છે. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા હોમગાર્ડ, ૩૯૩, ડીવાયએસપી-૨, એ.એસ.પી-૨, પી.આઈ-૧૨, પીએસઆઇ-૩૦, એસ.આર.પી-૧ ગ્રુપ, ડ્રોન કેમેરા-૩, બોડી વોન કેમેરા-૧૩૮ સહિત 980 પોલીસકર્મીનો કાફલો તૈનાત રહેશે.

Most Popular

To Top