ગુજરાત: રાજ્યમાં સૌરાષ્ટ્ર (Saurashtra) તરફ ટ્રેન (Train) મારફતે જતા મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 28 જુનથી 5 જુલાઈ સુધી કેટલીક ટ્રેનો રદ (Cancel) કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનોનો રૂટ ટૂંકો કરી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર તરફ રેલવેમાં મુસાફરી કરતા લોકોએ એક અઠવાડિયા હાલાકી ભોગવવી પડશે. કારણ કે સૌરાષ્ટ્ર તરફ જતી કેટલીક મહત્વની ચાર ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે.
28 જૂનથી તા. 5 જુલાઈ સુધી સૌરાષ્ટ્રનાં રેલવે વ્યવહાર ખોરવાયો છે. જેને લઈને આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર તરફ મુસાફરી કરતા લોકોને અગવડ પડી શકે છે. રાજકોટ રેલવેના જણાવ્યા અનુસાર જામનગર – વડોદરા ઈન્ટરસિટી તા. 28 જુનથી તા. 4 જુલાઈ સુધી અને રાજકોટ – રીવા એકસપ્રેસ તા. 4 નાં રોજ રદ કરવામાં આવી છે બંને તરફથી આ ટ્રેનો રદ કરાઈ છે. રાજકોટ ડિવિઝન હેઠલ ચાર ટ્રેનો સમયગાળા દરમિયાન રદ કરવામાં આવ્યા છે જ્યારે સોમનાથ એક્સપ્રેસ સહિત 8 ટ્રેનોના રૂટ ટૂંકાવાયા છે.
રાજકોટ રેલવેના જણાવ્યા અનુસાર રાજકોટ- સુરેન્દ્રનગરના ડબલ ટ્રેકનું કામ ચાલી રહ્યું હોવાથી ચાર ટ્રેન હાલ પુરતી રદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ-સુરેન્દ્રનગર સેકશનમાં ખોરાણા રેલવે સ્ટેશન નજીક ડબલ ટ્રેકનાં કારણે ઈલેકટ્રોનિકસ ઈન્ટરલોકિંગની કામગીરી ચાલી રહી છે. જેના પગલે તા. 28 જૂનથી તા. 5 જુલાઈ સુધી સૌરાષ્ટ્રનાં રેલવે વ્યવહારમાં ફેરફાર કરાયો છે.
આ 8 ટ્રેનોનો રૂટ ટૂંકાવાયો
રાજકોટ રેલવેના જણાવ્યા અનુસાર આંશિક રીતે રદ કરવામાં આવેલી ટ્રેન નં. 20819 ઓખા – ભાવનગર, નં.19119 સોમનાથ – અમદાવાદ ઈન્ટરસિટી એકસપ્રૈસ , નં.12268 હાપા – મુંબઈ દુરન્તો એકસપ્રેસ, નં 22924 જામનગર – બાંદ્રા હમસફર એકસપ્રેસ બંને તરફની મળી કુલ આઠ ટ્રેન રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્રેન નં. 22969 ઓખા – વારાણસી તા. 30 મીએ રિશેડયુલ કરવામાં આવી છે. ત્રણ ટ્રેન મોડી પડશે તેમાં ટ્રેન નં. 22938 રિવા – રાજકોટ, નં. 19567 તુતીકોરીન – ઓખા વિવેક એકસપ્રેસ, નં 22908 હાપા – મડગાંવ અને નં.18402 ઓખા – પુરી અને નં. 15045 ગોરખપુર – ઓખા, નં. 19578 જામનગર – તિરૂનવેલી એકસપ્રેસ 20થી 40 મિનિટ મોડી પડી શકે છે.