National

ટાટા ગ્રુપના સાયરસ મિસ્ત્રીના પિતા પાલોનજીનું 93 વર્ષીય મુંબઈમાં નિધન

મુંબઈ: ગુજરાતના (Gujarat) પારસી પરિવારમાં જન્મેલા અને શાપૂરજી પાલોનજી ગ્રુપના (Shapoorji Pallonji Group) ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું (Pallonji Mistry) 93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. પદ્મભૂષણ પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે મુંબઈમાં (Mimbai) નિધન (Died) થયું છે. પાલોનજી સાયરસ મિસ્ત્રીના પિતા હતા, જેઓ ટાટા સન્સના ચેરમેન હતા. શાપૂરજી પાલોનજી ગ્રુપનો બિઝનેસ એન્જીનિયરીંગ, કંસ્ટ્રક્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, વોટર એનર્જી એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસના ક્ષેત્રોમાં ફેલાયેલો છે. આ ગ્રુપમાં લગભગ 50 હજાર કર્મચારીઓ કામ કરે છે. આ કંપનીનો બિઝનેસ લગભગ 50 જેટલા દેશોમાં ફેલાયેલો છે.

  • પદ્મ ભૂષણ પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે મુંબઈમાં નિધન
  • ગુજરાતના પારસી પરિવારમાં જન્મેલો SP ગ્રુપના ચેરમેનનું નિધન
  • SP ગ્રુપનો બિઝનેસ લગભગ 50 જેટલા દેશોમાં ફેલાયેલો છે
  • 50 હજાર જેટલા કર્મચારી તેમના ગ્રુપમાં કામ કરે છે

શાપૂરજી પાલોનજી ગ્રુપ દેશની ઐતિહાસિક કંપની છે. આ ગ્રુપ છેલ્લા 150 વર્ષોથી કામ કરી રહી છે. પાલોનજી મિસ્ત્રીએ 2003માં આઇરિશની નાગરિકતા પણ લીધી હતી. તેમને વર્ષ 2016માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાલોનજી મિસ્ત્રી આરયરલેન્ડના સૌથી અમીર વ્યક્તિ હતા. તેમના પરિવારમાં પત્ની પસ્તી પેરીન ડુબાસ અને ચાર બાળકો શાપુર મિસ્ત્રી, સાયરસ મિસ્ત્રી (પુત્રો) જ્યારે લૈલા મિસ્ત્રી અને આલુ મિસ્ત્રી (પુત્રીઓ) છે. પાલોનજી મિસ્ત્રીના બે દિકરા શાપૂરજી મિસ્ત્રી અને સાઈરસ મિસ્ત્રી, શાપૂરજી મિસ્ત્રી હાલના સમયમાં એસપી ગ્રુપના ચેરમેન છે. તેમના પુત્ર સાયરસ મિસ્ત્રી 2012 થી 2016 સુધી ટાટા ગ્રુપના ચેરમેન હતા, વિવાદો થતા તેમને કંપનીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતા.

માહિતી પ્રમાણે શાપૂરજી પાલોનજી ગ્રુપ પાસે ટાટા સન્સમાં 108.37 ટકા ભાગીદારી છે. તેમણે સાઈરસ મિસ્ત્રી ટાટા સન્સના ચેરમેન પણ બનાવ્યા હતા, પણ વિવાદો થતા તેમને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ આ મામલો કોર્ટમાં ગયો હતો. અને કોર્ટમાં જઈને સેટલ થયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને પાલોનજી મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ટિવ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું છે કે શ્રી પાલોનજી મિસ્ત્રીના નિધનથી દુઃખી છું. તેમણે વાણિજ્ય અને ઉદ્યોગની દુનિયામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય શુભચિંતકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. તેમની આત્માને શાંતિ મળે. આ સાથે જ મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ ટિવ્ટ કરી પાલોનજી મિસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી.

Most Popular

To Top