મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય સંકટ(Political Crisis) વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કિરીટ સોમૈયા(Kirit Somaiya)એ બોમ્બે હાઈકોર્ટ(Bombay High court)નો સંપર્ક કર્યો છે.તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની સંપત્તિ સામે પીઆઈએલ(PIL) દાખલ કરી છે.આ દ્વારા તેમણે મિલકતની તપાસની માંગણી કરી છે.જો કે, આ પીઆઈએલ હજુ સુધી સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવી નથી.
ઠાકરે અને ધારાસભ્ય વાયકરે ચૂંટણી સોગંદનામામાં મિલકત છુપાવી
સોમૈયા દ્વારા પૂછપરછ કરાયેલી મિલકત કથિત રીતે મહારાષ્ટ્રના રાયગઢના મુરુડ તાલુકામાં સીએમ ઠાકરેની પત્ની અને શિવસેનાના ધારાસભ્ય રવિન્દ્ર વાયકરની પત્ની મનીષાએ એકસાથે ખરીદી હતી.ભાજપના નેતાએ પર્યાવરણ મંત્રાલય દ્વારા આ સંપત્તિની તપાસની માંગ કરી છે.આ ઉપરાંત, તે ઇચ્છે છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને અન્ય એજન્સીઓ સીએમ ઠાકરે અને તેમના પરિવાર દ્વારા અલીબાગની સંપત્તિના સંબંધમાં કરવામાં આવેલી કથિત ‘ગેરકાયદેસરતા’ની તપાસ કરે. તેમની અરજીમાં સોમૈયાએ દલીલ કરી છે કે ઠાકરે અને ધારાસભ્ય વાયકરે ચૂંટણી સોગંદનામામાં મિલકત છુપાવી હતી અને તેના પર બનેલા માળખાનું મૂલ્યાંકન ઘટાડ્યું હતું.પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે નેતાઓએ જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951નું ઉલ્લંઘન કર્યું છે.
આરક્ષિત જંગલ વિસ્તારમાં આવેલી છે મિલકત
સોમૈયાએ દાવો કર્યો હતો કે કથિત મિલકત આરક્ષિત જંગલ વિસ્તારમાં આવે છે અને રશ્મિ ઠાકરે અને મનીષા વાયકર દ્વારા તેના બાંધકામ માટે પર્યાવરણ અથવા વન વિભાગ તરફથી કોઈ મંજૂરી મળી નથી. સોમૈયાએ દાવો કર્યો હતો કે જમીન પર બાંધકામને જોતા એવું લાગે છે કે તેના માટે કોઈ પરવાનગી લેવામાં આવી નથી. તેમના મતે આ પ્રોપર્ટી કોસ્ટલ રૂલ્સનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવી છે. તે બીચથી 100 મીટરની અંદર છે.
ઉદ્ધવ ઠાકરે ઉપરાંત 3 અન્ય લોકોના નામ પણ સામેલ
ઉદ્ધવ ઠાકરે સામે કરેલી અરજીમાં ઠાકરે ઉપરાંત તેમની પત્ની રશ્મિ, શિવસેનાના ધારાસભ્ય રવિન્દ્ર વાઈકર અને તેમની પત્ની મનીષા વાઈકરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. સોમૈયા દ્વારા પૂછપરછ કરાયેલી મિલકત કથિત રીતે મહારાષ્ટ્રના રાયગઢના મુરુડ તાલુકામાં સીએમ ઠાકરેની પત્ની અને શિવસેનાના ધારાસભ્ય રવિન્દ્ર વાઈકરની પત્ની મનીષાએ એકસાથે ખરીદી હતી.
બે કરોડમાં મિલકત સામે માત્ર 10 લાખની જ ચૂકવણી
અરજીમાં જણાવ્યા અનુસાર, આ વિવાદાસ્પદ સંપત્તિ રશ્મિ ઠાકરે અને મનીષા વાયકરે તેના માલિક અન્વય નાઈક પાસેથી રૂ. 2 કરોડથી વધુમાં ખરીદી હતી જેની સામે માત્ર રૂ. 10 લાખ જ ચુકવવામાં આવ્યા છે. સોમૈયાના જણાવ્યા અનુસાર, ‘આ આ આવકવેરા કાયદાની કલમ 1961(269)STનું ઉલ્લંઘન છે.’
ઉદ્ધવ પર સંપત્તિની વિગતો છુપાવવાનો આરોપ
અરજીમાં સોમૈયાએ કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે અને ધારાસભ્ય રવિન્દ્ર વાયકરે ચૂંટણી એફિડેવિટમાં પ્રોપર્ટી પર કરાયેલા બાંધકામને છુપાવ્યું હતું અને તેનું ઓછું મૂલ્યાંકન દર્શાવ્યું હતુ. આ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. સોમૈયાએ તપાસ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવાની માંગ કરી છે. તેમજ મિલકતની સ્થિતિ, તેમાં બાંધકામ અને ચૂકવણી વિશે તપાસ કરવા કહ્યું છે. સોમૈયાએ જણાવ્યું કે ગ્રામ પંચાયત દ્વારા પ્રોપર્ટી ટેક્સની આપવામાં આવતી રસીદ જમીન પર કરવામાં આવેલા બાંધકામને સાબિત કરે છે.