સુરત: (Surat) સુરત જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે રહેતા પિતા-પુત્રી (Father Daughter) મોપેડ પર વાંસકુઈ નજીકથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે એક ટ્રકે (Truck) ટક્કર (Accident) મારતા ઉમરપાડાની કોલેજમાં પ્રોફેસર (Proffesor) તરીકે નોકરી કરતી પુત્રીનું મોત (Death) થયું છે. ટક્કર માર્યા બાદ ટ્રક ચાલકે બ્રેક નહીં મારતા 25 ફૂટ સુધી ઢસડી ગયો હતો, જેના લીધે મહિલા પ્રોફેસરનું મોત થયું હતું, બીજી તરફ 10 ફૂટ દૂર ફંગોળાયેલા પિતા ગંભીર રીતે ઈજા પામ્યા હોય તેમની સારવાર ચાલી રહી છે.
આ અકસ્માતની મળતી વિગત અનુસાર ગઈ તા. 13મી જૂનના રોજ વાલોડ તાલુકાના ધામોદલા ગામના નિશાળ ફળિયામાં રહેતી અને ઉમરવાડામાં પ્રોફેસર તરીકે નોકરી કરતી સ્નેહલતા ચૌધરી (ઉં.વ. 28) પોતાના પિતા ગુરજીભાઈ ગજાભાઈ ચૌધરી (ઉં.વ. 58) સાથે ધામોદલાથી મઢી પોતાના મોપેડ (GJ26AD0423)પર જવા નીકળી હતી, ત્યારે સુરતના વાંસકૂઈના પેટ્રોલ પંપ પાસે પાછળથી આવતી બોરવેલની ટ્રકના ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પ્રોફેસર સ્નેહલતાબેન ચૌધરીનું મોત નિપજ્યું છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ચાલક ટ્રક મુકી ભાગી ગયો છે.
આ સમગ્ર ઘટનાના સીસીટીવ ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મોપેડને ટ્રકે પાછળથી ટક્કર મારી છે. ટક્કર બાદ પિતા 10 ફૂટ ફંગોળાયા હતા જ્યારે પ્રોફેસર પુત્રી ટ્રકની નીચે આવી ગઈ હતી. ચાલકે બ્રેક નહીં મારતા 25 ફૂટ સુધી ઢસડાઈ હતી. સારવાર દરમિયાન સ્નેહલતાનું મોત નિપજ્યું હતું. પિતાની હાલમાં સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સ્નેહલતા ચૌધરી ઉમરપાડાની કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરવા સાથે પીએચડી કરી રહ્યાં હતાં. અકાળે અકસ્માત મોત થતા પરિવાર અને ગ્રામજનોમાં શોકની લાગણી ફરી વળી છે.