સુરત (Surat):સુરતના પીએફ (PF) કમિશનર અજિત કુમારના માનવતાભર્યા પ્રયાસને લીધે એક માસ અગાઉ સુરતની ફાઈવસ્ટાર હોટેલના કર્મચારીના હત્યા (Murder) કેસમાં મૃતકના માતા-પિતાને 24 કલાકમાં પીએફની 26,630 રૂપિયાની રકમ 3,15,580 રૂપિયાની ઇન્સ્યોરન્સની (Insurance) રકમ અને માતા-પિતાને પીએફ પેંશનના (Pension) ઓર્ડર એક જ દિવસે આપવામાં આવ્યાં છે. અગાઉ સચિન જીઆઇડીસી ગેસ દુર્ઘટનામાં મોતને ભેટેલા 6 કામદારોને પીએફની રકમ આ રીતે ચૂકવાઈ હતી.
પ્રોવિડન્ટ ફંડ પ્રાદેશિક કચેરી સુરતના સભ્ય જીવન કુમાર રાઉત જેઓ ઓરેન્જ મેગાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યૂટ સુરતમાં કાર્યરત હતા તેઓનું તાજેતરમાં અવસાન થયું. આ બાબતની જાણ પ્રાદેશિક પીએફ કચેરી સુરતના ધ્યાને આવતાની સાથે જ કાર્યાલયે સદસ્યના ભવિષ્ય નિધિના નાણાં તેમના આશ્રિત માતા પાર્વતી રાઉત અને પિતા હરપ્રસાદ રાઉતનો તાત્કાલિક સંપર્ક કરી પૂરા પાડવામાં આવ્યા હતા. તેમના ગૃહ રાજ્ય ઓરિસ્સા પ્રોવિડન્ટ ફંડના નિયમો અનુસાર, વીમા લાભો માટેનો દાવો 8 જૂન, 2022 ના રોજ ઓફિસમાં પ્રાપ્ત થયો હતો અને સંસ્થા અને સભ્યની આશ્રિત માતા સાથે સતત સંપર્ક દ્વારા દાવાની ઝડપી પતાવટ માત્ર 24 કલાકમાં 09 જૂન 2022 ના રોજ કરવામાં આવી હતી.
અનુક્રમે રૂ. 26,630 અને 3,15,580 ની રકમ ચૂકવવામાં આવી હતી અને પેન્શનની ચુકવણી માટે તેમના ગૃહ રાજ્ય ઓરિસ્સા સ્થિત પ્રાદેશિક કાર્યાલયને જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા હતા. જેથી આશ્રિત સભ્યને વહેલામાં વહેલી તકે ખાતામાં ચૂકવણી થઈ શકે. શકાશે.અજિત કુમારના જણાવ્યા મુજબ તમામ કર્મચારીઓનું ઈ-નોમિનેશન શક્ય તેટલું વહેલું થઈ જાય જેથી ભવિષ્યમાં સભ્યો અને આશ્રિતોને ભવિષ્ય નિધિના લાભ માટે કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે અને સભ્યો અને આશ્રિતો ગમે ત્યાંથી ભવિષ્ય નિધિ મેળવી શકે છે. સરળતાથી દાવાઓ ઑનલાઇન સબમિટ થઈ શકે.આ પ્રસંગે પીએફ કમિશનર રેન્જ-2 આનંદ મનીષ,અને મદદનીશ કમિશનર અનિલ તિવારી સાથે નોકરીદાતા પ્રકાશ પરમાર હાજર રહ્યાં હતાં.