જોધપુર: જોધપુરમાં (Jodhpur) ફરી એરવાર સાંપ્રદાયિક તણાવની (Sectarian tensions) સ્થિતિ સર્જાઈ છે. બંને પક્ષો વચ્ચે પથ્થરમારો (Stoned) થઈ રહ્યાં છે. જોધપુરના સુરસાગરના રોયલ્ટી બ્લોક પાસે આ હંગામો જોવા મળ્યો છે. હાલ મોટી સંખ્યામાં પોલીસ (Police) દળ ઘટના સ્થળ પર તૈનાત છે આ સાથે ત્રણ લોકોની ધરપકડ (Arrest) પણ કરવામાં આવી છે.
આ અગાઉ પણ જોધપુરમાં બે સમુદાયો વચ્ચે હંગામો થયો છે. 2 મેના રોજ ઈદના અવસર પર ભીષણ હિંસા થઈ હતી. ઈદ અને પરશુરામ જયંતિની એકસાથે ઉજવવામાં આવી રહી હતી. પરશુરામ જયંતિ નિમિત્તે એક રેલી કાઢવામાં આવી હતી. દરમિયાન જલોરી ગેટ પર ધ્વજ અને લાઉડસ્પીકરને લઈને વિવાદ શરૂ થયો હતો જે બે દિવસ સુધી ચાલુ રહ્યો હતો. આ કિસ્સામાં પોલીસે 33 કેસ નોંધ્યા હતા, જ્યારે 250 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આજે ફરી એક મહિના પછી જોધપુરમાં ફરી હિંસા ફાટી નીકળી છે. જેના કારણે બે સમુદાયના લોકો એકબીજાની સામે આવી ગયા છે અને સામસામી પક્ષે પથ્થરમારો કર્યો છે. ધટનાના પગલે શહેરમાં ભારે હંગામા સર્જાઈ રહ્યાં છે. સ્થિતિને જોતા પ્રશાસને પોલીસ ફોર્સ ઘટનાસ્થળે મોકલી છે. DCP,ADCP જેવા વરિષ્ઠ અધિકારીઓએ પણ પરિસ્થિતિને કાબૂમાં લેવાનું શરૂ કરી દીધું છે.
જોધપુરમાં હંગામા પહેલા રાજસ્થાનના કરૌલી અને અલવરમાં હિંસા જોવા મળી હતી. કરૌલીમાં એક બાઇક રેલી પર પથ્થરમારો થયો હતો. મળતી માહિતી મુજબ જ્યારે કેટલાક લોકોએ હિંદુઓના નવું વર્ષ શરૂ થવાના નિમિત્તે બાઇક રેલી કાઢી હતી ત્યારે અન્ય સમુદાયના લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. આ ઉપરાંત ઘણી દુકાનોને આગ ચાંપવામાં આવી હતી જેના કારણે ભીષણ હિંસા થઈ હતી અને વાતાવરણ તંગ બની ગયું હતું. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે વહીવટીતંત્રને કરૌલીમાં ઘણા દિવસો સુધી કર્ફ્યુ લગાવવો પડ્યો હતો. તે હિંસામાં પોલીસે લગભગ 144 આરોપીઓની ઓળખ કરી હતી. પરંતુ કરૌલી બાદ પણ રાજસ્થાનમાં હિંસાનો સિલસિલો અટક્યો નથી.