National

યમુનોત્રી હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 25નાં મોત

ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) ઉત્તરકાશી જિલ્લામાં રવિવારે (Sunday) મુસાફરોને લઈને જતી બસ (Bus) 200 મીટર ઊંડી ખીણમાં પડી છે. માહિતી મળી આવી છે કે મધ્યપ્રદેશથી (MP) આવી રહેલી મુસાફરોની આ બસ ઉત્તરાખંડના દમતાથી નૌગાંવ વચ્ચે રિખાઓં ખાડ પાસે અકસ્માતનો (Accident) ભોગ બની છે. ઘટના બાદ ઉત્તરકાશી પોલીસ અને SDRFની ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો લાપતા છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 25 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, બસમાં 30 લોકો સવાર હોવાની જાણકારી મળી આવી છે. મૃત્યુ પામેલા લોકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાની જાણકારી મળી આવી છે. બસમાં 28 મુસાફરો, 1 ક્લીનર અને ડ્રાઇવર સહિત 30 લોકો સવાર હતા.

ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે ઉત્તરકાશી જિલ્લાના દમતા પાસે 28 શ્રદ્ધાળુઓને લઈ જતી બસ ખીણમાં પડી ગયા બાદ અત્યાર સુધીમાં 15 મૃતદેહો મળી આવ્યા છે. ઘટના બાદ ઘટનાસ્થળે મોટી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉત્તરાખંડના ધારાસભ્ય દુર્ગેશ લાલે કહ્યું છે કે આ અકસ્માતમાં 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

સીએમ પુષ્કર સિંહ ધામી યમુનોત્રી નેશનલ હાઈવે પર દમતા પાસે વાહન અકસ્માતની માહિતી મળતાં જ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા. અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રને રાહત અને બચાવ કાર્ય ઝડપથી હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા સૂચના આપી છે. એસડીઆરએફ અને એનડીઆરએફ સ્થળ પર જણાવવામાં આવ્યું છે કે એસડીએમ, તહસીલદાર બડકોટ એસડીઆરએફ/સીઓ પોલીસ, એસઓ બડકોટ/એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. બચાવ કાર્ય ચાલુ છે. SDRF, સ્થાનિક પોલીસની સાથે NDRF પણ પહોંચી ગયું છે.

ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સીએમ પુષ્કર સિંહ ધામી સાથે પણ અકસ્માત અંગે વાત કરી છે. શાહે ટ્વીટ કર્યું કે તેમણે સીએમ ધામી સાથે વાત કરી છે. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. એનડીઆરએફની ટીમ પણ પહોંચી રહી છે.

Most Popular

To Top