ગાય વિષે ઘણું લખાયું છે અને હજી લખાય છે. જેમ સ્ત્રી (માતા) વિષે વધુ લખાય છે પરંતુ પુરુષ (પિતા) વિષે ખાસ લખાતું નથી. બળદ ખેડૂતનો વફાદાર મિત્ર છે. તે પોતાના માલિકને ઓળખી કાઢે છે. માલિકને જોતા તે કાન સરવા કરે છે. ખેતીના કામમાં પહેલા બળદ ખુબ કામ કરતો હતો. હવે ટ્રેકટરથી ખેતી થાય છે. તેમ છતાંહજી બળદની જરૂર તો પડે જ છે. બળદ ગાડું ખેંચી માલિકના ઘરે લઇ જાય છે. એવું કહેવાય છે કે મારકણો બળદ વધુ કામગરો હોય છે. વધુ કામ કરે છે. ખેડૂત એક મજૂરને રાખે છે ત્યરે તે તેને પૂછે છે કે તે બીડીપીએ છે કે નહીં.
જો મજુર બીડી પીતો ન હોયતો ખેડૂત તેને કામે રાખતો નથી. કારણ કે જો તે બીડી ન પીતો હોય તો બળદને આરામ મળશે નહીં. પણ બીડી પીતો હોય તો બળદને ઉભો રાખશે અને બળદને આરામ મળશે. આમ માલિક બળદની કાળજી રાખે છે. નાનો હોય ત્યારે તેને વાછરડો કહેવાય. તેને તેની માતાનું દૂખ વધુ પીવા દેવામાં આવે છે. ત્યારબાદ તેને બળદનું રૂપ મળે છે. જો બળદનું રૂપ ન મળે તો તેને આખલો સાંઢ કહેવાય છે. બળદની જોડી હોય. બે બળદ ગાડે જોડવામાં આવે છે. એક બળદના ગાડાને એક્કો કહેવામાં આવે છે. ટૂંકમાં બળદ ખેડૂતનો ખસ અને વફાદાર મિત્ર છે. ભૂતકાળમાં પક્ષના ચૂંટણી ચિન્હ તરીકે પણ બે બળદની જોડી રાખવામાં આવ્યું હતું. કહેવાતું હતું કે બળની જોડી કોઇ ન શકે તોડી.
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.