નવી દિલ્હી: (New Delhi) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ (Saurav Ganguli) પોતાના પદ પરથી રાજીનામું (Resign) આપી દીધું છે. બંગાળ ટાઈગરના નામથી પ્રખ્યાત ગાંગુલીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. 2003માં ટીમ ઈન્ડિયાને પોતાની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપમાં લઈ જનાર ગાંગુલી કંઈક નવું કરવાની યોજના બનાવી રહ્યા છે. નિષ્ણાતો આને રાજકારણમાં પ્રવેશની નિશાની કહી રહ્યા છે. જોકે બોર્ડના સેક્રેટરી જય શાહે સ્પષ્ટતા કરી કે સૌરવ ગાંગુલીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપ્યું નથી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ક્રિકેટમાં 30 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમણે બુધવારે (1 જૂન) ટ્વીટ કરીને માહિતી આપી છે કે તે હવે નવી ઇનિંગ શરૂ કરી શકે છે. જો કે ગાંગુલીએ આ અંગે વિગતવાર કંઈ જણાવ્યું નથી. તેમણે ચોક્કસપણે એટલું લખ્યું છે કે ટૂંક સમયમાં તે આ વિશે આખી દુનિયાને જણાવશે. ગાંગુલીના ટ્વીટ બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે તે હવે રાજકીય ક્ષેત્રે ઝંપલાવશે. સાથેજ તેમણે એવું પણ કહ્યું છે કે તેઓ મોટી સંખ્યામાં લોકોની સેવા અને મદદ કરવા માંગે છે. જોકે એ વાત સ્પષ્ટ છે કે ગાંગુલીએ ટ્વીટમાં ક્યાંય પોતે BCCI છોડી રહ્યાં તે તેવું લખ્યું નથી. બીજી તરફ બોર્ડના સચીવ જય શાહે પણ ગાંગુલીના ટ્વીટ બાદ સ્પષ્ટતા કરી છે કે ગાંગુલીએ અધ્યક્ષ પદ છોડ્યું નથી.
ગાંગુલીએ ટ્વીટ કર્યું કે, “મેં 1992માં ક્રિકેટર તરીકે મારી ઇનિંગની શરૂઆત કરી હતી. તે 2022માં તેને 30 વર્ષ પૂર્ણ થઈ રહ્ાં છે. આ સમય દરમિયાન ક્રિકેટે મને ઘણું આપ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે મને તમારા બધાનો સાથ મળ્યો. હું દરેકનો આભાર માનું છું કે જેઓ આ પ્રવાસનો હિસ્સો છે, મને ટેકો આપ્યો છે અને આજે હું જ્યાં છું ત્યાં સુધી પહોંચવામાં મદદ કરી છે. આજે હું કંઈક નવું શરૂ કરવાનું વિચારી રહ્યો છું જેના દ્વારા હું મોટી સંખ્યામાં લોકોને મદદ કરી શકું. હું આશા રાખું છું કે તમે મારા જીવનના નવા અધ્યાયમાં પણ મને મદદ કરવાનું ચાલુ રાખશો.
જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહ (6 મે)ના રોજ ગાંગુલીને મળ્યા હતા. શાહ કોલકાતામાં ગાંગુલીના ઘરે ડિનર માટે પહોંચ્યા હતા. બંનેની આ મુલાકાત બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ગાંગુલી ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ શકે છે. ગયા વર્ષે પણ આ અંગે ચર્ચા થઈ હતી, પરંતુ ગાંગુલીએ ભાજપમાં જોડાવાનો ઈન્કાર કર્યો હતો. BCCIના સચિવ જય શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દીકરા છે અને ગાંગુલીના નજીકના મિત્ર પણ છે. મીડિયા અહેવાલ પ્રમાણે ભાજપ ગાંગુલીને રાજ્યસભા મોકલી શકે છે.