વડોદરા: વડોદરાના (Vadodara) વાઘોડિયા (Vaghodiya) પાસે એક્ટિવા (Activa) અને ડમ્પર (Dumper) વચ્ચે વિચિત્ર અકસ્માત (Accident) સર્જાયો હતો.એક્ટિવા સવાર ત્રણ વિદ્યાર્થીઓ (Student) પૂરપાટ જઈ રહેલા ડમ્પરના પાછલા ટાયરમાં ફસાય ગયા હતા. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીનીનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત (Death) નિપજ્યું હતું. એક્ટિવા પર બે વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી સવાર હતા. જેમાંથી બે વિદ્યાર્થી ડમ્પરના પાછલા વ્હિલમાં ફસાય ગયા હતા. આજથી પરીક્ષા શરૂ થતી હોવાથી ત્રણેય વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા નીકળ્યા હતા. બનાવ અંગે વાઘોડિયા પોલીસે ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતના પગલે પ્રાપ્ત માહિતી અનુસાર પીજીમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. વલસાડ પવનપુત્ર બંગલોની મૂળ રહેવાસી ઈશા નરેન્દ્રભાઈ રાણા વડોદરાની ખાનગી કોલેજમાં એરોનોટિકલ ડિપ્લોમામાં ફર્સ્ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. ઈશા અને તેના મિત્રો વાજીદઅલી હૈદરઅલી શેખ અને ખુશી અમરીશસિંહ વિહોલ પરીક્ષા આપવા સાથે નીકળ્યા હતાં. તેઓ એક્ટિવા પર ત્રિપલ સીટ હતા. વાઘોડિયા નજીક અલવા ગામ તરફથી આવતી પુરપાટ ડમ્પરે એક્ટિવા સવાર ત્રણ વિદ્યાર્થીને અડફેટે લીધા હતા. ડમ્પરે અડફેટે લેતાં જ વિદ્યાર્થીઓ એક્ટિવા સહિત ડમ્પરના પાછલા વ્હિલમાં ફસાય ગયા હતા. એક્ટિવા પર વચ્ચે બેઠેલી વિદ્યાર્થીની ઈશા રાણાનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું અને બે વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
ગમખ્વાર અકસ્માતના પગલે ઘટનાસ્થળ પર સ્થાનિકો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. એક વિદ્યાર્થીનો પગ ડમ્પરના પાછલા વ્હિલમાં ફસાય ગયો હતો. સ્થાનિકો અને વિદ્યાર્થીઓની મદદથી ત્રણેય વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને ત્રણેયના પરિવારને આ અકસ્માતની જાણ કરવામાં આવી હતી. વઘોડિયા પોલીસ પણ ઘટના સથ્ળે પહોંચી ડમ્પર ચાલકને પકડી અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતમાં મોતને ભેટલી વિદ્યાર્થીની મૂળ વલસાડનું હોવાનું સામે આવ્યું છે. મૃતક ઈશા અને તેની બહેન વાઘોડિયામાં ઉભા રોડ પાસે પેઇન ગેસ્ટ તરીકે રહી કોલેજમાં અભ્યાસ કરતા હતા. ઈશાની બહેનની પરીક્ષા ન હોવાથી તે કોલેજ ગઈ ન હતી. પરંતુ ઈશાની પરીક્ષા આજથી શરૂ થતી હોવાથી તે તેના મિત્રો સાથે પરીક્ષા આપવા ગઈ હતી.