Gujarat

IPLની વિજેતા ગુજરાત ટાઈટન્સ ટીમનો ભવ્ય રોડ શો 5:30 વાગ્યે અમદાવાદ ખાતે યોજાશે

અમદાવાદ: IPLમાં પ્રથમ ડેબ્યુ કરનારી ગુજરાતની ટીમેે ઈતિહાસ રચ્યો છે. ગુજરાત ટાઇટન્સે (GT) અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) રમાયેલી IPL 15મી સિઝનની ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને પોતાની ડેબ્યુ સિઝનમાં જ ટાઇટલ જીતી (Winner) ખ્યાતિ મેળવી મેળવી છે. પ્રથમ IPL મેચમાં જ જીતની બાજી પોતાના નામે કરનારી ગુજરાત ટાઈટન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા દર્શકો માટે હિરો બનીને ઉભરી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સની જીતનો જશ્ન ગુજરાતના અમદાવાદ ખાતે એક ભવ્ય રોડ શો (Raod Show) કરી મનાવવામાં આવશે. આ ભવ્ય રોડ શોમાં ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી પણ હાજરી આપી શકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

ગુજરત ટાઈટન્સનની આ જીતની સૌથી વધુ ખુશી ગુજરાતીઓને થઈ રહી છે. કારણ કે IPLમાં પ્રથમ વખત ડેબ્યુ કરનાર હાર્દિક પંડયાની ટીમ ગુજરાત ટાઈટન્સ ગુજરાતમાં જ રમાઈ હતી. તેથી હવે ગુજરાતીઓ આ જીતને ભવ્ય રોડ શોના માધ્યમથી ઉજવશે. હાર્દિક પંડ્યા સહિત સમગ્ર ટીમ પ્લેયર ભવ્ય રોડ શોમાં જોડાશે. પ્રાપ્ત માહિતી અનુસાર ભવ્ય રોડ શો અમદાવાદના ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી રોડ શો યોજાશે. આ રેલી સાંજે 5:30 વાગ્યા બાદ નીકળી શકે છે. 8 કિલોમીટર લાંબો રૂટ પણ હાર્દિક પંડ્યા તેની ટીમ સાથે ભવ્ય રોડ શો કરશે. સૂત્રો પાસેથી માહિતી મળ્યા પ્રમાણે આ રોડ શોમાં ક્રિકેટ પ્રેમીઓ ગુજરાતી સેલિબ્રિટીઝ તેમજ રાજકીય નેતાઓ પણ સામેલ થઈ શકે છે.

જીતના આ જશ્નનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાઈ શકે છે. જો કે હાલ ભવ્ય રોડ શો અંગે અમદાવાદ શહેર પોલીસ પાસ પરવાનગી માંગવામાં આવી રહી છે. તેમજ રોડ શો કેવી રીતે, ક્યાંથી નીકળી ક્યાં જશે તે અંગેની રૂપરેખા ઘડવામાં આવી રહી છે. 

જીત બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું કે
ગુજરાત ટાઈટન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે ટીમના દરેક પ્લેયરે જોરદાર મહેનત કરી હતી. જીતનો મંત્ર કહેતા તેમણે કહ્યું કે હંમેશા બોલર તમને મેચ જિતાડે છે, જ્યારે બેટ્સમેન સ્કોર કરી નથી શકતા ત્યારે તમારી પાસે સારી બોલિંગ લાઈન હોવી જોઈએ અને તે હંમેશા કામ લાગે છે. જ્યારે અમે ટીમ બનાવતા હતા ત્યારે શરૂઆતથી જ અમે નક્કી કરી રાખ્યું હતું કે અમે એક મજબૂત બોલિંગલાઈન તૈયાર કરીશું, કારણ કે ક્યારેક બેટ્સમન ન પણ ચાલ્યા હોય તો તમે બોલરની મદદથી જીત મેળવી શકો છો.

Most Popular

To Top