આણંદ : ખેડા મામલતદારે સરદાર માર્કેટમાં આવેલી બે દુકાનમાંથી સાડા ત્રણ હજાર કિલો ઘઉંનો જથ્થો સીઝ કર્યો હતો. ખેડા નગરના સરદાર માર્કેટમાં આવેલી ફિરોજ અબ્દુલભાઈ વ્હોરાની દુકાનમાં મામલતદારની ટીમ દ્વારા ગુરૂવારના રોજ આકસ્મીક તપાસ કરતા ત્રણ હજાર કિલો ઘઉંનો જથ્થો કિંમત 66 હજાર અને બાજુની સમીરભાઈ અનવરભાઈ વ્હોરાને ત્યાંથી 400 કિલો જથ્થો સિઝ કર્યો હતો. સરકારી ઘઉં હોવાની બાતમીને આધારે ખેડા મામલતદારની ટીમ દ્વારા તપાસ કરતા બંને વહેપારી ભાઈઓ પાસે ઘઉંના જથ્થાના બિલ માગ્યા હતા. પરંતુ વહેપારી દ્વારા ખરીદ કે વેચાણ અંગેના કોઈ પુરાવા ન મળતા બન્ને દુકાનમાં રહેલા જથ્થાને સિઝ કરવામાં આવ્યા હતા. વધુમાં બંને વેપારી પાસે પોતાના દુકાનમાં રહેલા જથ્થાનું સ્ટોક પત્રક પણ ન હોવાથી તમામ જથ્થાને સીઝ કરવામાં આવ્યો હતો. ખેડા મામલતદારની ટીમ સાથે ખેડા પોલીસ સ્ટેશનની ટીમ પણ સાથે હતી. વધુમાં ઘઉંના જથ્થો સરકારી છે કે નહીં તે જાણવા માટે માતરથી સરકારી ગોડાઉન મેનેજરને પણ બોલાવવામાં આવ્યા હતા. હાલમાં જથ્થો સીઝ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ખેડામાં બે દુકાનમાં રહેલા સાડા ત્રણ હજાર કિલો ઘઉં સીઝ કરાયાં
By
Posted on