આજના સમાચારપત્રમાં એનર્જી,ફૂડ અને ફાર્મા સેકટરની મોટી કંપનીઓ જંગી નફો કરી રહી છે ના સમાચાર વાંચ્યા. એનર્જી કંપની નફો કરે એ વાત ખૂબ સ્વાભાવિક રીતે ગળે ઊતરે એમ છે કારણ કે સમગ્ર વિશ્વના ઉચ્ચ સ્તરીય અગ્રણીઓ કાર્બન ઉત્સર્જન અને ઓઝોન લેયરને બચાવવા રીન્યુએબલ ઊર્જાના સ્રોતો અને તેના ઉપયોગ વધે તે માટેના યુધ્ધના ધોરણે કામગીરી અને વ્યવસ્થાપન તરફ આગેકૂચ કરી રહ્યા છે. પરંતુ ક્રૂડની કંપનીઓ પણ ઊંચો નફો કરે છે એ થોડી નવાઇ ઉપજાવે અથવા સ્રોતનો પુરવઠો ઘટતાં અને માંગ વધતાં તેના પરિણામ સ્વરૂપે હોઈ શકે. આજની જીવનશૈલીમાં જે રીતે વિશ્વ નાગરિક જીવી રહ્યો છે તેમાં ફાર્મા સેકટર પણ નફો કરે તે પણ સર્વને ગ્રાહ્ય થાય તેવી બાબત છે પરંતુ આ બધામાં કંપનીનાં કર્મચારીઓની યોગ્ય પગાર વધારાની અપેક્ષા સંતોષાય નહીં તે અન્યાયી બાબત લેખાય. આમેય પ્રકૃતિના નિયમોમાં જયારે પણ કોઇ પણ વ્યવસ્થાપનમાં અસમતુલા સર્જાય તો તેનાં પરિણામ સંલગ્ન દરેકે ભોગવવાં પડે છે. માત્ર આર્થિક ઉત્ક્રાંતિ અને કોર્પોરેટસ જ પ્રગતિ ન કરે પરંતુ સાથે જોડાયેલ તમામ પ્રગતિ કરે તો સમતુલન જળવાશે.
સુરત – સીમા પરીખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કોર્પોરેટ કંપનીઓનો વિક્રમી ઊંચો નફો ને કર્મચારીની અવદશા
By
Posted on