ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) હાલ ચૂંટણીના (Election) એંધાણો દેખાઈ રહ્યા છે. ત્યારે પક્ષ અને વિપક્ષ એકબીજા પર જાહેર મંચ પરથી શબ્દોપ્રહાર કરી રહ્યા છે. મંગળવારે એક કાર્યક્રમમાં કોંગ્રેસ (Congress) નેતા ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki) જાહેર મંચ પરથી રામ મંદિર નિર્માણ પર નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ પક્ષ અને વિપક્ષ વચ્ચે શબ્દજંગ છેડાઈ ગઈ હતી. ત્યારે ભાજપના (BJP) પ્રમુખ અધ્યક્ષ સી આર પાટીલે (C R Patil) જાહેર મંચ પરથી જ ભરતસિંહ સોંલકીને કરારો જવાબ આપ્યો હતો.
મંગળવારે કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ રામ મંદિર નિર્માણ પર કહ્યું હતું કે રામ મંદિરની ઈંટો પર કુતરાઓ પેશાબ કરતા હતા, ભાજપ દ્વારા રામના નામ પર રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. ભરતસિંહના વિવાદીત નિવેદન બાદ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે જવાબ આપ્યો હતો. પાટીલે એક કાર્યક્રમના જાહેર મંચ પરથી કહ્યું કે ભરતસિંહ સોલંકીને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈ ચેક અપ કરવું જોઈએ. હિન્દુઓની લાગણીઓને કેમ વારંવાર દુભાવવામાં આવે છે, એવું જ હોય તો કોઈ અન્ય ધર્મ પર બોલી બતાવો.
ભરતસિંહ સોલંકીએ શુ કહ્યું
ધોળકાના વટામણમાં કોંગ્રેસનું ઓબીસી સંમેલન યોજાયું હતું. જેમાં ભરતસિંહ સોલંકીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે લોકોએ ઘણી આસ્થા સાથે કુમ કુમ ચાંદલાઓ, પૂજા કરી રામશીલા અયોધ્યા મોકલી હતી ત્યાં તો કૂતરાઓ પેશાબ કરતા હતા. રામના નામ પર જે લોકો પૈસા ઉધરાવી રહ્યા હતા તે ઓ પૈસા હવામાં ઉછાળી કહી રહ્યા હતા કે રામે જે રૂપિયા રાખવા એ રાખે બાકી આપણે રૂપિયા રાખીએ. જે લોકો રામને છેતરી શકે તેઓ લોકોને કેમ ન છેતરી શકે. ભાજપ પ્રહાર કરતા કહ્યું કે ભાજપે રામ મંદિરના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે. ભરતસિંહ સોલંકીના રામ મંદિર પર વિવાદીત નિવેદન આપ્યા બાદ રાજનીતિમાં ખળભળાટ મચ્યો હતો.
પાટીલે પલટવાર કરતા કહ્યું કે ભરતસિંહને મેન્ટલ હોસ્પિટલમાં જઈને..
વડોદરા ખાતે ભાજપનો વન ડે, વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં સી આર પાટીલે ભરતસિંહ સોલંકીના વિવાદીત નિવેદન પર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભરતસિંહ સોલંકીને મેન્ટલ હોસ્પિટલમાં જઈ ચેક અપ કરાવવું જોઈએ. તેઓ હિન્દુઓની લાગણી વારંવાર કેમ દુભાવે છે. ભરતસિંહ સોલંકીમાં હિંમત હોય તો અન્ય લોકો સામે બોલી બતાવે અથવા તો અન્ય ધર્મના લોકો જે એમની આજુબાજુ ફરે છે એમના વિશે બોલી બતાવે કે કૂતરા એમના ધર્મ સ્થાન પર પેશાબ કરે છે. વધુમાં તેમણે કોંગ્રેસના નેતાને વોર્નિંગ આપતા કહ્યું કે ભરતસિંહ સોલંકી શાનમાં સમજી જાય તો સારૂ, હિન્દુ લોકોની લાગણી દુભાવવાનો બંધ કરો, નહિ તો હિન્દુઓ છોડશે નહિં.