વડોદરા : વડોદરા શહેરમાં દિન પ્રતિદિન ઢોરનો ત્રાસ વધતો જ જાય છે. જયારે મેયર દ્વારા વડોદરા શહેર ઢોર મુક્ત બનાવવાના દવા પોકળ સાબિત થઇ રહ્યા છે. ઢોરના ત્રાસથી શહેરીજનો પણ ખુબ હાલકીનો સમનો કરવો પડે છે. મેયર દ્વારા તો અમે ઢોરો પકડ્યા છે. તો આ ઢોરો ક્યાંથી આવે છે. તે શહેરીજનોને પણ કાઈ સમજાતું નથી. દિવસમાં એક બનવા તો ઢોરનો ત્રાસનો હોય છે. પરંતુ પાલિકાના પેટનું પાણી પણ હાલતું નથી. દિવસેને દિવસે ઢોરના ત્રાસની ફરિયાદો ઉઠવા પામે છે. પાલિકામાં તો ઢોરના ત્રાસની ફરિયાદો પણ ખુબ પડી છે. જેનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. હજુતો થોડા સમય અગાઉ જ ગાયના ત્રાસથી એક વિદ્યાર્થીને આંખમાં શિંગડું મારી દેતા વિદ્યાર્થીની આંખ ફૂટી ગઈ હતી.
જ્યારે બીજા બનાવમાં હુજ તો ગઈકાલે જ સમાં વિસ્તારમાં મોપેડ ચાલકને પશુપાલકે ઢોર ભગાડતા ઢોરે મોપેડ ચાલકને ઈજાઓ થઇ હતી. ઢોરે અડફેટે લેતા મોપેડ ચાલકને ગંભીર ઈજાઓ થઇ હતી. મોપેડ ચાલકનું ખભાનું ઓપેરેશન પણ કરવામાં આવશે. જયારે આપના મેયર ટેકનોક્રેટ મેયર દ્વારા તો વડોદરા શહેર ઢોર મુક્તની બાણ પોકારે છે. આ મુદ્દે ભાજપના પ્રેદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ દ્વારા મેયરને પણ ઢોર મુદ્દે ટકોર કરી હતી. પણ કહેવાયને શેઠની શિખામણ ઝાપા સુધી તેવી હાલત અત્યારે વડોદરા શહેરની છે. હજુતો હમણા જ ઉપરા ઉપરી બે બનાવો બન્યા છે. તેમ છતાં હજુ સુધી પાલિકાનું પેટનું પાણી હાલતું જ નથી. જેવામાં આજે અમારા કેમેરા મેને કંડારેલા ફોટામાં તો ઢોર જાણે ખાધા પછી ટહેલવા નીકળ્યા હોય તેમ શહેરના અલગ અલગ વિસ્તારમાં વિહાર કરતા જોવા મળ્યા હતા.