જમ્મુ: જમ્મુ-શ્રીનગર{(Jammu-Srinagar) નેશનલ(National) હાઈવે(highway) પર નિર્માણધીન ટનલ(tunnel) ધસી જવાની ઘટનાને 36 કલાક વીતી ગયા છે. છતાં હજુ પણ 9 મજુર લાપતા છે. શનિવારે સવારથી ફરી એકવાર કાટમાળ હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ખૂની નાલા પાસે હાઈવે પર T-3ની ઓડિટ ટનલ ગુરુવારે રાત્રે લગભગ 10.15 વાગ્યે એક મજૂરનું મોત થયું હતું. જોકે રેસ્ક્યુ દરમિયાન ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો.
- રામબનમાં બનાવવામાં આવી રહેલી ટનલ ગુરુવારે રાત્રે તૂટી પડી હતી
- હજુ પણ 9 મજૂરો ફસાયેલા છે
- ખરાબ હવામાન વચ્ચે શનિવારે સવારથી બચાવ કાર્ય ચાલુ
- એક મજુરનું મોત, 3ને બચાવી લેવાયા
હવામાનમાં સુધારો થયા બાદ ફરી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે ફરી શુક્રવારે પહાડીનો મોટો હિસ્સો તૂટી પડ્યો હતો, જેના કારણે બચાવ કામગીરીમાં અડચણ આવી હતી. જેથી બચાવ કામગીરી અટકાવવી પડી હતી. હજુ પણ કાટમાળમાં 9 લોકો ફસાયા છે. સુરંગમાં ફસાયેલાઓમાં પશ્ચિમ બંગાળના જાદવ રોય, ગૌતમ રોય, દીપક રોય અને પરિમલ રોય, આસામના શિવ ચૌહાણ, નવરાજ ચૌધરી, નેપાળી નાગરિક નવરાજ ચૌધરી, કુશીરામ ચૌધરી તેમજ જમ્મુના રામબનના મોહમ્મદ મુઝફ્ફર અને મોહમ્મદ ઈશરતનો સમાવેશ થાય છે.
ગતરોજ ત્રણ લોકોને બચાવી લેવાયા
શનિવારે રાત્રે ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, બે લોકો રામબન જિલ્લા હોસ્પિટલમાં દાખલ છે. તેમની ઓળખ ઝારખંડના વિષ્ણુ ગોલા અને રામબનના અમીન તરીકે થઈ છે. ત્રીજા ઘાયલની ઓળખ વરિન્દર કુમાર તરીકે થઈ છે, જેની જમ્મુની સરકારી મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. જે કામદારની લાશ કાટમાળમાંથી મળી આવી છે તેની ઓળખ પશ્ચિમ બંગાળના સુધીર રોય તરીકે થઈ છે.
NDRF અને SDRFની ટીમો બચાવ કાર્યમાં
ડિવિઝનલ કમિશનર રમેશ કુમાર અને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ADGP) મુકેશ સિંહે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જ્યારે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કંટ્રોલ રૂમમાંથી પરિસ્થિતિ પર નજર રાખી હતી. અધિકારીઓએ જણાવ્યું કે NDRF અને SDRFની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે મેજિસ્ટ્રેટની સાથે વધારાના કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે.