Entertainment

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની પોસ્ટ પર યુઝર્સે કહ્યું ‘આ કેવી સવાર છે, મહાનાલાયકજી’

મુંબઈ: બોલિવુડના (Bollywood) એક્ટર અને મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સોશિયલ મીડિયામાં (Social Media) ઘણાં એક્ટિવ (Active) રહે છે. તેઓ પોતાના ફેન્સ સાથે અવારનવાર પોતાના આવનારા પ્રોજેકટ (Project) તેમજ કંઇકને કંઇ અવનવું શેર (Share) કરતા રહે છે. ફેસબુક, ટ્વિટર સહિત સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ ઉપર તેઓ કંઇકને કંઇ પોસ્ટ શેર કરી એક્ટિવ રહેતા હોય છે. અમિતાભ બચ્ચને શનિવાર (Saturday) બપોરે 11.30 વાગ્યાની આસપાસ પોતાના ફેન્સને ગુડ મોર્નિંગ (Good Morning) વીશ કર્યું હતું જે કહેતા જ યુઝર્સે તેમને ટ્રોલ કરી દીધા હતાં. આ વાતનો મહાનાયકે એવો વળતો જવાબ આપ્યો કે લોકો તેમની પ્રશંસા કરતા થાકી રહ્યાં નથી.

મળતી માહિતી મુજબ મહાનાયક તેમજ વર્ષો પછી પણ લોકોમાં લોકપ્રિય એકટર અમિતાભ બચ્ચને 15મેના રોજ સવારે 11.30 કલાકે ટ્વિટ કર્યુ કે પ્રાત: કાલની શુભકામના. આ વાતે એટલું જોર પકડયુ છે કે યુઝર્સે આ પોસ્ટ પર કમેન્ટ આપવાનું શરૂ કરી દીધું હતું. કમેન્ટમાં એક યુઝર્સે લખ્યું કે અરે, બુઢ્ઢે દોપહર હો ગઇ હૈ. આ કમેન્ટ પર અમિતાભ બચ્ચને વળતો જવાબ આપ્યો કે હું ભગવાનને પ્રાર્થના કરુ છું કે તમે જ્યારે વૃદ્ધ થાઓ ત્યારે કોઇ તમારું અપમાન કોઈ આ રીતે ન કરે.

બીજા એક યુઝર્સે કહ્યું હતું કે “આજે બહુ મોડી ઉતરી લાગે છે… તમે પણ દેશી પર આવી ગયા”. સવારે 11.30 કલાકે પ્રાત: કાલ! આ સાથે એક હસતું ઇમોજી પણ પોસ્ટ કરવામાં આવ્યું હતું. આના કમેન્ટ પર મહાનાયક ગુસ્સે થયા નહી અને એક રમૂજી અંદાજમાં જવાબ આપતા કહ્યું કે ‘સ્વયં નહીં પીતે, ઔરો કો પિલા દેતે હૈ મધુશાલા’

અન્ય એક યુઝરે લખ્યું હતું કે ‘શું તમને નથી લાગતું કે તમે બહુ જલ્દી ગુડ મોર્નિંગ કહ્યું?’ જેના પ્રત્યુત્તરમાં બચ્ચનસરે કહ્યું હતું કે ‘કટાક્ષ માટે આભાર. પણ મોડી રાત સુધી કામ કરતો હતો, આજે સવારે જ શૂટિંગ પૂરું થયું, ઊઠવામાં થોડુ મોડું થઈ ગયું. ઊઠતાની સાથે જ મારી સવારની શુભકામનાઓ મારા ફેન્સને શેર કરી છે. જો મારી આ પોસ્ટે તમને દુઃખ પહોંચાડ્યું હોય તો હું ક્ષમા પ્રાર્થું છું.’ અન્ય એક યુઝરે કમેન્ટ કરી હતી, ‘આ કેવી સવાર છે, મહાનાલાયકજી.’ અમિતાભે જવાબ આપતાં કહ્યું હતું, ‘હું આખી રાત કામ કરતો હતો, આથી મોડો ઊઠ્યો, લાયકજી.’

બોલિવુડના એકટિવ મહાનાયકના ભવિષ્યના પ્રોજેકટની વાત કરીએ તો તેઓ અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ પણ છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. આ ઉપરાંત તેઓ ‘ઊંચાઈ’ અને ‘ગુડ બાય’ ફિલ્મમાં પણ જોવા મળશે.

Most Popular

To Top