વાપી: 1 મે,1960ના રોજ ગુજરાતની (Gujarat) સ્થાપના કરવામાં આવી હતી. એ જ દિવસે ગુજરાત સાથે અન્ય રાજ્ય મહારાષ્ટ્રની (Maharashtra) પણ એક અલગ રાજ્ય તરીકે સ્થાપના કરવામાં આવી હતી. તેથી એમ કહી શકાય કે સ્થાપનાની (Establishment) દ્રશ્ટિએ ગુજરાત અને મહારાષ્ટ્રને ગાઢ સંબંધ છે. આ રાજ્ય વિભાજનને (Splitting) આશરે 62 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. છતાં ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે (Border) હજી પણ એક એવુ ગામ છે કે જ્યાં બંને રાજ્યનો સંમિશ્રણ જોવા મળે છે.
એક ઘરમાં ગુજરાતી તો પડોશી મહારાષ્ટ્રીયન
ગુજરાતના ઉમરગામના 33થી વધુ ઘરો મહારાષ્ટ્ર રાજ્યની સરદહમાં જ આવેલા છે. તો મહારાષ્ટ્રના ઘરો ગુજરાતમાં જોવા મળે છે. અહીં એક ઘરમાં ગુજરાતી રહે છે, તો આગળ જતા પડોશમાં મહારાષ્ટ્રીયન રહે છે. ગુજરતના છેવાડા ઉમરગામ તાલુકાનું છેલ્લુ ગામ ગોવાડાની બોર્ડર મહારાષ્ટ્ર રાજય સાથે જોડાયેલી છે. જેની બોર્ડર મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના જાઇ ગામ સાથે જોડાયેલી છે. ગુજરાતના ગોવાડાના કેટલાક ઘરો મહારાષ્ટ્રની સરહદમાં આવેલા છે. જ્યારે મહારાષ્ટ્રના કેટલાક ઘરો ગુજરાતની સરહદમાં આવેલા છે. એમ તો ઉમરગામના ગોવાડા ગામની વસ્તી 3500 જેટલી છે. જયારે જાઇની વસ્તી 3000 છે.
બંને ગામો વચ્ચે સરહદ નહિ પરંતુ સીધા વ્યવહારો
અહીં એક ઘર ગુજરાતની સરદહમાં તો બીજુ ઘર મહારાષ્ટ્રની સરહદમાં આવેલું છે. અલગ એલગ રાજ્યમાં રહેતા હોવાથી એકનુ આધાકાર્ડ ગુજરાતનુ અને એકનુ મહારાષ્ટ્રનુ જોવા મળે છે. આ સરહદે આજુબાજુમાં રહેતા બંને ઘરોને જુદાં-જુદાં રાજ્યનું પાણી મળે છે. બોર્ડર હોવા છતાં ગુજરાત-મહારાષ્ટ્રના લોકો એક-બીજાની સરહદમાં શાંતિપૂર્વક જીવન વિતાવી રહ્યાં છે. તેઓ સાથે રહેવાનું જ નહિ પરંતુ શાળા, કોલેજ, આરોગ્ય, પીવાના પાણી સહિતની સુવિધાના મુદ્દે પણ હળીમળીને રહે છે. બંને ગામોના લોકો એકબીજા પર નિર્ભર હોવાથી સીધા વ્યવહારો જોવા મળી રહ્યાં છે. હજી સુધી અહીં સરહદને લઇને કોઇ વિવાદ થયો નથી. તેઓ કોઇ વિવાદને બદલે એક-બીજાને ઉપયોગી બનીને જીવન વિતાવી રહ્યા છે.
ગામની એક લાઇન માત્ર ગુજરાતમાં,જ્યારે બાકીના તમામ ઘરો મહારાષ્ટ્રમાં
ગોવાડા અને જોઇ ગામના લોકો આજુ-બાજુમાં રહેતાં હોવા છતાં બંને ઘરના માલિકો અલગ-અલગ રાજયના માન્યતા ધરાવે છે. જ્યારે ડ્રોનથી લેવામાં આવેલી ઇનસેટ તસવીરમાં આ ઘરોની એક લાઇન માત્ર ગુજરાતમાં છે જ્યારે બાકીના તમામ ઘરો મહારાષ્ટ્રમાં છે. આરોગ્યને લગતી સમસ્યાઓ માટે તેઓ મહારાષ્ટ્ર તરફ જવાનું પસંદ કરે છે. મહારાષ્ટ્રના જાઇનું શિક્ષણ સારુ છે, તેથી ગુજરાતના ગોવાડા ગામના બાળકો શિક્ષણ મેળવવા માટે મહારાષ્ટ્ર જતા હોય છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરની વચોવચ આવેલાં ગોવાડા નવી નગરીમાં રહેતાં લોકો ગુજરાતી મરાઠી અને માંગેલાભાષાનો ઉપયોગ કરે છે.