જે રીતે વડોદરા શહેર પોલીસ દ્વારા મહિલાઓના સુરક્ષા માટે અદભુત પહેલ કરવામાં આવી છે હાલમાં ચાલી રહેલા વિવિધ બનાવો ને લઈને શહેર પોલીસ દ્વારા નિશુલ્ક તાલીમની શરૂઆત કરી છે જેનાથી તમારી જેવી મહિલાઓને ઘણી મદદ રહેશે વડોદરા શહેર પોલીસ ની સીટી ટીમ તો મહિલાઓ માટે હંમેશા તત્પર હોય છે સાચે જ અભી શરૂઆત કરવાથી અમારા જેવી મહિલાઓને પોતાનું અને કોઈ પણ અત્યાચાર થતો હોય તો લડત આપવાની હિંમત ચોક્કસ પણે વધશે – યોગીતા રાજાને
હાલમાં ક્રાઈમના ઘણા કેસો સામે આવ્યા છે. તથા ખૂબ જ માત્રામાં મહિલાઓ પર અત્યાચાર, દુષ્કર્મ, રેપ, હત્યા, જેવા બનાવો બની રહ્યા છે. તો આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને સુરક્ષા સેતુ અંતર્ગત વડોદરા પોલીસે (Vadodara Police) એક ખૂબ જ સારી પહેલ કરી છે. શહેરમાં મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સના કોર્ષની (Self Defense Course) શરૂઆત કરી છે. આજની તમામ મહિલાઓએ સેલ્ફ ડિફેન્સ શીખવું જરૂરી છે. જ્યારે કોઈ મહિલા મુસીબતમાં મુકાય તો પોતાની સુરક્ષા તો કરી શકે. તે હેતુથી વડોદરા પોલીસ તથા શહેરની શી ટિમ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત આ પહેલને શરૂ કરવામાં આવી છે.
આ 10 દિવસનો નિઃશુલ્ક સેલ્ફ ડિફેન્સનો કોર્ષ છે.સંપૂર્ણ મહિના દરમિયાન અને તાલીમ આપવામાં આવશે. જેનો સમય સવારે 7 થી 9 કલાકની દરમિયાન હોય છે. એક મહિનામાં કુલ 3 બેચ લેવામાં આવે છે. તારીખ 1 થી 10 પ્રથમ બેચ 11 થી 20 બીજી મેચ અને અંતિમ મેચ તારીખ 21 થી 30 દરમિયાન યોજવામાં આવી છે. અત્યાર સુધી 8 બેચ થયેલ છે તથા શહેરની 250 જેટલી મહિલાઓ એ ભાગ લીધો છે. આમાં જોડાવા માટે શી ટિમની હેલ્પ લાઈન નંબર પર સંપર્ક કરીને જોડાઈ શકે છે: 7434888100. આ નંબર પર સંપર્ક કરી પોતાની સામાન્ય માહિતી આપીને તાલીમ કર્યક્રમમાં જોડાઈ શકો છો. વડોદરા શહેર પોલીસ કમિશનર ડો. સમશેરસિંહ દ્વારા મહિલાઓ માટે ઘણી તારી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે સીટીએમ હોય કે પછી ઘોડા સવારી જેથી મહિલાઓ આગળ રહે અને સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ ના માધ્યમથી મહિલાઓ પોતાનો જીવ બચાવી શકે તેઓ હેતુથી મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ ની તાલીમ આપવામાં આવી રહી છે.