SURAT

વરઘોડામાં જોડાયો હરતો ફરતો મંડપ, સુરતીઓ જોઈને બોલી ઉઠ્યા વાહ..

સુરત : સામાન્ય રીતે વરઘોડો લગ્નના મંડપ સુધી જતો હોય છે અને તે મંડપમાં વર-વધુ પવિત્ર બંધનમાં બંધાઇ જતા હોય છે. પરંતુ એવું જોયુ છે કે મંડપ ચાલતો ચાલતો લગ્ન મંડપ સુધી જાય? હા આવું દ્રશ્ય હાલમાં જ સુરતમાં જોવા મળ્યું હતું. જાનૈયાઓને તડકાથી બચાવવા માટે સુરતમાં એક અનોખો વરઘોડો જોવા મળ્યો હતો જેમાં જાનની સાથે સાથે મંડપ પણ આગળ વધી રહ્યો હતો. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

  • આકરી ગરમીમાં લોકો બહાર નીકળવાનું ટાળે છે પરંતુ જેના લગ્ન લેવાયા હોય તેણે તો ફરજિયાત જાનૈયાઓને લઇને લગ્નમંડપ સુધી પહોંચવું જ પડે
  • ગરમીથી બચવા માટે સુરતીઓએ રસ્તો શોધી કાઢ્યો છે
  • એક જાનને કવર કરવા માટે બે મંડપની જરૂર પડે છે અને ભાડું છે રૂપિયા 48,000

હાલમાં એપ્રિલનો અંત ચાલી રહ્યો છે અને મે મહિનો શરુ થવા જઇ રહ્યો છે. એટલે સ્વાભાવિક રીતે જ સૂર્ય તેનું રોદ્ર સ્વરૂપ બતાવે છે. આ આકરી ગરમીમાં લોકો બહાર નીકળવાનું ટાળે છે પરંતુ જેના લગ્ન લેવાયા હોય તેણે તો ફરજિયાત જાનૈયાઓને લઇને લગ્નમંડપ સુધી પહોંચવું જ પડે છે. આવા આકરા તાપમાં બાઇક કે મોપેડ ઉપર બહાર નીકળવાનું અઘરૂ હોય ત્યારે જાનમાં ચાલતા ચાલતા જવાની કલ્પનાથી જ ડર લાગવા માંડે છે.

એટલું નહીં લગ્ન પ્રસંગમાં જવાનું હોય એટલે સ્વાભાવિક રીતે જ જાનૈયાઓ અને વરરાજા મેક ઓવર કરતાં હોય અને તેમાં સૂર્યના સીધા કિરણો પડે તો કોઇપણ વ્યક્તિ પરસેવે રેબઝેબ થઇ જાય છે. ત્યારે મેકઅપ પણ ધોવાઇ જતો હોય છે. પરંતુ લગ્નમાં વરઘોડાની જે પરંપરા હોય તે તો નિભાવવી જ પડતી હોય છે. જો કે, આવી સ્થિતિમાંથી પસાર થવું નહીં પડે તેનો રસ્તો સુરતીઓએ શોધી નાંખ્યો છે.

હવે સુરતમાં હાલતો ચાલતો મંડપ પણ મળી રહ્યો છે. મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા અને ડુમસ ગામમાં રહેતા મનોજભાઇ મંડપવાલાના જણાવ્યા અનુસાર તેમની પાસે તો આ પ્રકારનો સરકતો મંડપ નથી પરંતુ સુરતમાં હાલમાં આવા બે મંડપ બનાવવામાં આવ્યા છે. જે 12 ફૂટ પહોળા અને 24 ફૂટ લાંબા હોય છે. આવા બે મંડપમાં એક જાન આરામથી પસાર થઇ શકે છે. હાલમાં આ મંડપનું ભાડું 48000 રૂપિયા ચાલી રહ્યું છે પરંતુ આગામી દિવસોમાં તે ભાડું ઘટી પણ શકે છે.

Most Popular

To Top