Business

શેરબજારમાં મોટો કડાકો: સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 17000ની નીચે

મુંબઈ: વૈશ્વિક બજારોમાં ઘટાડાને કારણે ભારતીય શેરબજારો(stock market) પણ ભારે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. આજે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) મજબૂત ઘટાડા સાથે રેડ ઝોન(Red Zone)માં ખુલ્યા છે. BSE સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટીને કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 16950ની નીચે ગયો છે.સેન્સેક્સે 57,000ના મહત્વપૂર્ણ સ્તરને તોડી 56,512ના સ્તરે દેખાઈ રહ્યું છે.

આજની ટ્રેડિંગ ખુલ્યાની થોડી મિનિટો પછી, નિફ્ટીના 50 માંથી 45 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને માત્ર 5 શેરો લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. બેન્ક નિફ્ટીની વાત કરીએ તો તે 146 અંક એટલે કે 0.41 ટકાના ઘટાડા સાથે 35897ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

નિફ્ટીનાં આ શેરો ગ્રીન ઝોનમાં
નિફ્ટીના 50 શેરોમાંથી, ફક્ત 5 શેર જ ગ્રીન ઝોનમાં રહ્યા છે, અને બજાજ ઓટો 1.68 ટકા, ICICI બેન્ક 1.28 ટકા અને Hero MotoCorp 1.16 ટકા બતાવવામાં સક્ષમ છે. બીજી તરફ મારુતિ સુઝુકીમાં 0.59 ટકા અને આઇશર મોટર્સમાં 0.29 ટકાની મજબૂતી સાથે વધારો જોવા મળી રહ્યો છે. BPCL 4.5 ટકા અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ 3.06 ટકાનો ઘટાડો દર્શાવે છે. HUL 2.68 ટકા અને ટાટા સ્ટીલ 2.50 ટકાની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. JSW સ્ટીલ 2.42 ટકાની નબળાઈ સાથે યથાવત છે.

કયા શેરનાં કેવા હાલ ?
બજાર ખુલતાની સાથે જ લગભગ 737 શેર વધ્યા છે, 1553 શેર ઘટ્યા છે અને 127 શેર યથાવત રહ્યા છે. આ સમયગાળા દરમિયાન, ICICI બેંક, પાવર ગ્રીડ કોર્પ અને NTPC નિફ્ટી પર મુખ્ય લાભાર્થીઓમાં હતા. જ્યારે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, એપોલો હોસ્પિટલ્સ, HUL, BPCL અને IndusInd બેંક નુકસાન સાથે ખુલ્યા હતા. આ પહેલા ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું અને એક દિવસના કારોબાર બાદ ઘટાડા સાથે બંધ થયું હતું. BSE સેન્સેક્સ 714 પોઈન્ટ અથવા 1.23 ટકા ઘટીને 57,197 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી ઈન્ડેક્સ 221 પોઈન્ટ ઘટીને 17,172 પર બંધ થયો હતો.

સેક્ટરલ ઈન્ડેક્સ ઘટાડાનાં રેડ ઝોન પર
આજના સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો ઓટો સિવાય અન્ય તમામ સેક્ટરલ ઈન્ડેક્સ ઘટાડાનાં રેડ ઝોનનાં ટ્રેડ થઈ રહ્યાં છે. રિયલ્ટી શેરોમાં 2.31 ટકાનો સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મેટલ સેક્ટરમાં 2.08 ટકાનો ઘટાડો નોંધાયો છે અને આઇટી શેરોમાં 1.80 ટકાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સિવાય FMCG શેર પણ 1.78 ટકાની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

Most Popular

To Top