Charchapatra

મનુષ્ય જાતિની કમનસીબી છે તાનાશાહી માનસ

તાનાશાહી માનસમાં ધરબાયેલી સૌથી મોટી લાગણી હોય છે – અહમની. આવી વ્યકિત સતત પોતાની અહમને પંપાળતી રહે છે અને આ લાગણી ધરાવતા તે હિંસક અને આક્રમક બની જાય છે. સજનેતાઓમાં આ લાગણી મજબૂત હોય તો તે વિનાશ નોતરે છે. આનું તાજું અને વરવું ઉદાહરણ છે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતીનનું. કોઇ દેખીતા મોટા કારણ વિના પુતિને શરૂ કરેલું રશિયા – યુક્રેન યુદ્ધ આજે દોઢ મહિના ઉપરાંતનો સમય થવા છતાં હજુ ચાલુ છે. આ યુદ્ધમાં બંને પક્ષે જાનમાલની પારાવાર નુકશાની થઇ છે. ખાસ કરીને યુક્રેનના અનેક શહેરો તબાહ થઇ ગયા છે. હજારો નાગરિકો મરાયા છે તેમજ લાખો વિસ્થાપિત થયા છે. આ યુદ્ધનો ઓછાયો જાગતિક અર્થવ્યવસ્થા પર પણ પડયો છે. પરંતુ પુતીનનો અહમ તેને આ યુદ્ધ રોકવાની ના પાડે છે. જગતને તાનાશાહી માનસોની કદી ખોટ પડી નથી અને એ મનુષ્યજાતિની સૌથી મોટી કમનસીબી રહી છે અને રહેશે.
નવસારી કમલેશ આર. મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top