પલસાણા: કડોદરા (Kadodra) સ્થિત અરિહંત પાર્કમાં (Arihant Park) છેલ્લા ત્રણ દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. સોમવારે (Monday) અરિહંત પાર્કની મહિલાઓ (Women) સહિત ત્યાંના કેટલાક સ્થાનિક રહીશોએ અહીં કેટલાક શખ્સો લુખ્ખાગીરી તેમજ દેહવ્યાપારના (Prostitution) ધંધો કરી ન્યૂસન્સ ફેલાવી રહ્યા હોવાની ફરિયાદ (Complaint) જિલ્લા રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા તેમજ રાજ્યના ગૃહ વિભાગમાં કરવામાં આવી છે. તેમજ કડોદરા પોલીસ મથકના પોસઇ એ.બી.મોરીએ મહિલાઓ સાથે આ મુદ્દે અભદ્ર વ્યવહાર કરી ફરિયાદની અરજી પાછી ખેંચવા દબાણ કરતાં હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.
કડોદરા નગર સ્થિત અરિહંત પાર્ક સોસાયટીમાં ત્રણ દિવસ અગાઉ હનુમાન જયંતીના ભંડારા બાબતે ઊભી થયેલી બબાલમાં બે દિવસમાં પોલીસે કોઇ નક્કર કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપો સાથે રવિવારે માહિલાઓએ રેલી કાઢી હતી. કડોદરા પો.સ.ઇ એ.બી. મોરી દ્વારા સ્થાનિક મહીલાઓ સાથે તોછડું વર્તન કર્યુ હોવાથી મામલો વધુ બિચક્યો હતો. જેથી પોલીસે કેટલીક મહિલાઓને ગતરોજ વિના પરમિશને રેલી કાઢવાના મુદ્દે પોલીસ મથકમાં સાંજ સુધી બેસાડી રાખી હતી તેમજ અરિહંત પાર્ક સોસાયટીમાં આવેલા હનુમાન મંદિરના પૂજારીને પણ પોલીસે ઊંચકી લાવી માર માર્યો હતો અને તેઓને જામીન પર છોડવામાં આવ્યાં હતાં. જેને લઇને અરિહંત પાર્કની મહિલાઓ તેમજ સ્થાનિક લોકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો. જેને લઇને સોસાયટીના આગેવાનો અને મહિલાઓ સોમવારે રેન્જ આઇ.જી. રાજકુમાર પાંડિયન તેમજ જિલ્લા પોલીસ વડા, રાજ્યના ગૃહ વિભાગ અને ભાજપ સંગઠનના પ્રમુખ સી.આર.પાટીલને લેખિત ફરિયાદની સાથે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા પોલીસ વડા આ મુદ્દે કડોદરામાં શાંતિ ડહોળાય એ પહેલાં યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની માંગણી છે.
દા.ન.હ.માં એક વર્ષમાં ચોરાયેલા અને ચીલ ઝડપ કરાયેલા 42 લાખના 295 મોબાઈલ સાથે 22ની ધરપકડ
સેલવાસ-દમણ – : સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી પોલીસે એક વર્ષની અંદર ચોરાયેલા અને ચીલ ઝડપ કરાયેલા રૂપિયા 42 લાખના 295 જેટલા મોબાઈલ ફોનની રિકવરી કરી છે. અને મોબાઈલ ચોરીના કેસમાં 22 થી વધુ આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે.
દાનહ પોલીસ વિભાગના એસ.પી. હરેશ્વર સ્વામીના નેજા હેઠળ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશ્યલ બ્રાન્ચ અને આઈ.ટી. સેલના પોલીસ અધિકારીઓની એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. જેમણે 21 ફેબ્રુઆરી-2021 થી પ્રદેશના વિવિધ વિસ્તારોમાંથી ચોરાયેલા, છીનવાયેલા કે અન્ય રીતે ગુમ થયેલા વિવિધ બ્રાન્ડના મોબાઈલ ફોનને ડિજિટલ સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સના માધ્યમનો ઉપયોગ કરીને આવા મોબાઈલ ફોનને ટ્રેસ કરવામાં સફળતા મેળવી છે. જેમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, તામિલનાડુ અને વેસ્ટ બંગાળ સહીતના અન્ય રાજ્યોમાંથી વિવિધ બ્રાન્ડનાં મોબાઈલ ફોનને પોલીસે કબ્જે કર્યા છે. જેમાં પ્રથમ 13 એપ્રિલ-2021 ના રોજ રૂપિયા 15 લાખના 295 મોબાઈલ, 23 જૂલાઈ-2021 ના રોજ 13.40 લાખ રૂપિયાના 102 મોબાઈલ તથા 31 માર્ચ-2022 ના રોજ રૂપિયા 13.60 લાખના 90 મોબાઈલ મળી અત્યાર સુધીમાં 42 લાખ રૂપિયાના 295 જેટલા મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. સાથે અત્યાર સુધીમાં 22 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં 5 જેટલા આરોપીઓ આવા ગુનામાં અનેકવાર જેલવાસ ભોગવી ચુક્યા છે. ત્યારે દાનહ પોલીસ આગામી દિવસોમાં મોબાઈલ ફોનના માલિકોનો સંપર્ક કરી તેમને તેમના ચોરાયેલા મોબાઈલ સુપરત કરવાની કાર્યવાહી કરશે. તથા આવા ચોરાયેલા મોબાઈલ ફોનને શોધવા તથા તેમના આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની જે પ્રશંસનીય કાર્યવાહી જે પોલીસ કર્મીએ કરી છે તેમને પુરસ્કારથી સન્માનિત પણ કર્યા છે.