સુરત: શહેરની વીર નર્મદ યુનિવર્સિટી (Veer Narmad University ) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩થી શરૂ કરાયેલા એમ.એ ઇન હિન્દુ સ્ટડીઝનો (MA Hindu Studies) અભ્યાસક્રમને ખૂબ જ નબળો પ્રતિસાદ મળ્યો છે. આ કોર્સ (Course) માટે ૧૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા હતા. માત્ર 11 જ ઉમેદવારોએ રસ દાખવતા શરૂઆતથી જ લાગતું હતું કે, આ કોર્સમાં સફળ થાય તેમ નથી. તેટલું ઓછુ હોય તેમ 11 પૈકી માત્ર 2 જ વિદ્યાર્થીએ ફી ભરીને પ્રવેશ મેળવ્યો છે એટલે હવે આ કોર્સ ચાલુ રાખવો કે નહીં તે અંગે યુનિવર્સિટીના સત્તાધીશો મૂંઝણવણમાં મૂકાઇ ગયા છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩થી એમ.એ ઇન હિન્દુ સ્ટડીઝનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે. જેને સ્ટેચ્યુટમાં આમેજ કરવા માટે ૨૯મી માર્ચના રોજ યોજાયેલી સેનેટ સભામાં પ્રસ્તાવ પર રજૂ કરવામાં આવ્યો હતો અને તેને મંજૂરી પણ મળી હતી. શેક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે એમ.એ ઇન હિન્દુ સ્ટડીઝ માટે ૧૧ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી માત્ર બે વિદ્યાર્થીઓએ ફી ભરી પ્રવેશ લીધો છે. એટલે આ કોર્સમાં યુનિવર્સિટી પાછી પાની કરે તેવી પૂરેપૂરી શક્યતા લાગી રહી છે.
હવે નર્મદ યુનિવર્સીટીમાં 1st કે 2nd યર પાસ કર્યા પછી રિઝલ્ટ સાથે સર્ટિફિકેટ મળશે
સુરત: શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સમસ્ત રાજ્યભરમાં નવી એજ્યુકેશન પોલિસી અમલી બનાવ્યા બાદ યુજી અને પીજીના ઉમેદવારોને રિઝલ્ટ સાથે સર્ટિફિકેટ અને ડિપ્લોમા સર્ટિફિકેટ આપશે.
- પહેલા બેચને 1st કે 2nd યર પાસ કર્યા પછી રિઝલ્ટ સાથે સર્ટિફિકેટ અને ડિપ્લોમા સર્ટિફિકેટ અપાશે
- દરેક ઉમેદવારોને પહેલા ડેશ બોર્ડ અને ઇ-મેલથી સોફ્ટ કોપીમાં આપ્યા બાદ હાર્ડ કોપી પણ અપાશે
- VNSGUની નવી એજ્યુકેશન પોલિસીની ફળશ્રૃતિ
યુનિ.નાં અંતરંગ સૂત્રોના જણાવ્યાનુસાર ભારત સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી મળ્યા બાદ અમલ કરનાર ગુજરાત પહેલું રાજ્ય બનશે. એ પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અમલ મૂકી છે, જેમાં વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય કરાયો હતો. વિદ્યાર્થીઓ જેટલો અભ્યાસ કરશે એટલાં જ સર્ટિફિકેટ કે ડિપ્લોમા સર્ટિફિકેટ કે પછી ડિગ્રી અપાશે. જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ અધૂરો ના ગણાશે અને એને રોજગાર મેળવવામાં પણ મદદ મળશે.