SURAT

સુરતમાં 10 વર્ષથી કામ કરતો વિશ્વાસુ કર્મચારી આંગડીયા પેઢીના 44 લાખ લઇ ભાગી ગયો

સુરત: (Surat) પુણા આઈમાતા રોડ પર આવેલ સરગમ પાર્ક સોસાયટીમાં (Society) રહેતા જિનાજીભાઈ કાળુજીભાઈ પ્રજાપતિ રમેશકુમાર પ્રવિણકુમાર એન્ડ કંપનીના નામથી આંગડીયા પેઢી (Angadiya Firm) ચલાવે છે. જીનાજીભાઇની સાથે મુંબઇમાં રહેતા હકમાજી ઉકાજી પ્રજાપતિ તેમજ પુણાગામના સરીતા વિહાર સોસાયટીમાં રહેતા ગીમાજી અચલાજી પ્રજાપતિ ભાગીદાર છે. ગીમાજીભાઇ દરરોજ ઉઘરાણીના રૂપિયા ઘરે લઇ જતા હતા, અને પરત બીજા દિવસે સવારે પેઢીમાં લઇ આવતા હતા. બે દિવસ પહેલા ગીમાજી મુંબઇ (Mumbai) ગયા હતા. ત્યારે જીનાજીએ કંપનીમાં કામ કરતા અરવિંદ સોમાજી પ્રજાપતિ (રહે. સરીતા વિહાર સોસાયટી, પુણાગામ)ને ઉઘરાણીના 44 લાખ રૂપિયા ગીમાજીના ઘરે મુકી આવવા અને બીજા દિવસે પેઢીમાં લઇ આવવા કહ્યું હતું.

તા. 5મી એપ્રીલના રોજ અરવિંદ ગીમાજીના ઘરે રૂપિયા મુકી આવ્યો હતો અને બાદમાં બીજા દિવસે સવારે 44 લાખ લઇને ફરાર થઇ ગયો હતો. બપોરે 12 વાગ્યા સુધી પણ અરવિંદ પેઢીમાં આવ્યો ન હતો. જીનાજીએ અરવિંદને ફોન કર્યો પરંતુ તેનો ફોન સ્વીચઓફ આવતો હતો. ત્યારબાદ જીનાજીએ ગીમાજીની પત્નીને ફોન કરીને પુછપરછ કરી ત્યારે તેણીએ કહ્યું કે, અરવિંદ સવારે 9 વાગ્યે જ આવ્યો હતો અને રૂપિયા લઇને જતો રહ્યો છે. આ બાબતે જીનાજીએ પુણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પુણા પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓએ અરવિંદની પત્નીની પુછપરછ કરી હતી, પરંતુ તેણીએ કહ્યું કે, અરવિંદ વહેલી સવારે જ નીકળી ગયા હતા. આ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરમાં વધતા સાયબર ક્રાઈમ સામે હવે નવું સાયબર ક્રાઈમ સેલ તૈયાર
સુરત: શહેર પોલીસ દ્વારા સુરતને સાયબર સેફ સુરત બનાવવા સાયબર ક્રાઈમ સેલ એનેક્ષ શરૂ કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સેલના નવા ભવનનું ઉદઘાટન કરાયું હતું. સાયબર ક્રાઈમ આજના સમયમાં સૌથી વધારે થઈ રહ્યા છે. અનેક લોકો સાયબર ક્રાઈમનો શિકાર થઈ રહ્યા છે. મોબાઈલ અને સોશિયલ મિડીયાનો ઉપયોગ પણ વધી રહ્યો છે. ત્યારે સાયબર ક્રાઈમ ફોર્સમાં વધારો કરવો પડશે. અત્યારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની જગ્યા ખૂબ જ નાની હતી. ત્યાં સ્ટાફને બેસવા માટે પૂરતી જગ્યા પણ મળતી નહોતી. જેને ધ્યાને લઈ પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ચેમ્બર ઓફ કોમર્સની મદદથી હાલના પોલીસ સ્ટેશનની પાછળ જ સાયબર ક્રાઈમ સેલ એનેક્ષનું નિર્માણ કરાયું છે. જ્યાં ચાર નવા રૂમ બનાવ્યા છે. હવે ધીમે ધીમે સાયબર ક્રાઈમ સેલમાં સ્ટાફ પણ વધારાશે. સાથે જ ટેક્નિકલી સોફ્ટવેર પણ વધારી વધુ આધુનિક બનાવાશે. આગામી દિવસમાં ફ્રોડ સેલ, સોસિયલ મિડીયા સેલ માટેનો સ્ટાફ પણ વધારાશે. જેથી સાયબર ક્રાઈમના કેસમાં ડિટેક્શનમાં વધારો થશે.

Most Popular

To Top