સુરત શહેરની ચારે તરફ ઔદ્યોગિક, બાંધકામ, શૈક્ષણિક તેમજ મેડીકલ ક્ષેત્રે હરણફાળ વિકાસ થઇ રહ્યો છે. જેણે સુરતની રોનક બદલી નાંખી છે. એક જમાનામાં ગંદુ મનાતુ શહેર આજે સ્વચ્છ સુરત તરીકે આગવું સ્થાન ધૅાવી રહ્યું છે જે માટે સુરત મહાનગરપાલિકાનાં સંચાલકો અભિનંદનને પાત્ર છે. આ ઉપરાંત સુરતની શાનને વધુ ખૂબસુરત, શહેરની દિવાલો, બ્રીજ નીચેના થાંભલા, પાલરોડ RTO પાસેની દિવાલોને, મનોરમ્ય ચિત્ર દ્વારા સુશોભિત કરી દેવાયા છે. જે પ્રશંસનીય છે. હજુ પણ ઘણાં વિસ્તારોની દિવાલોને આ રંગપૂરણી ચિત્રોથી આકર્ષ બનાવી, સુરત શહેરની કાયાપલટ કરી શકાય છે. બસ જરૂર છે. જરૂરી પ્લાનીંગ તથા હકારાત્મક-રચનાત્મક અભિગમનો.
રાંદેર રોડ – દિપક બી. દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.