Business

ભારતનું ‘RuPay કાર્ડ’ જારી કરનાર ચોથો દેશ બન્યો નેપાળ

નવી દિલ્હી: નેપાળમાં ‘રૂપે કાર્ડ’ જારી કરવામાં આવ્યુ છે. આમ કરનાર ચોથો દેશ છે નેપાળ કે જ્યાં ભારતનુ રૂપે કાર્ડ લાગુ કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના શેર બહાદુર દેઉબાએ નેપાળમાં સંયુક્ત રીતે ભારતીય ઈલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ RuPay Card લોન્ચ કર્યું. રુપે કાર્ડ નેપાળ ઉપરાંત ભૂટાન, સિંગાપોર અને સંયુક્ત આરબ અમીરાતમાં કાર્યરત છે. વડાપ્રધાન મોદી અને દેઉબાએ વેપાર, રોકાણ અને ઊર્જાના ક્ષેત્રોમાં સહકાર સહિત વિવિધ મુદ્દાઓ પર વાતચીત કર્યા બાદ આ કાર્ડ લોન્ચ કર્યું હતું. હવે BHIM UPI નેપાળમાં પણ ચાલશે. મોદીએ વાટાઘાટો પછી એક નિવેદનમાં જણાવ્યું હતું કે નેપાળમાં RuPay કાર્ડની રજૂઆત નાણાકીય સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરશે. રુપે કાર્ડ યોજના 2012 માં ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ઘરેલું, ખુલ્લી અને બહુપક્ષીય ચુકવણી પ્રણાલીના વિઝનના ભાગ રૂપે શરૂ કરવામાં આવ્યું હતું.

  • નેપાળમાં ભારતીય ઈલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ RuPay કાર્ડનો ઉપયોગ શરૂ થઈ ગયો
  • નેપાળ ઉપરાંત, RuPay કાર્ડ પહેલેથી જ ભૂટાન, સિંગાપોર અને સંયુક્ત આરબ અમીરાતમાં કાર્યરત
  • તે નેપાળની પેમેન્ટ ઇકોસિસ્ટમ ક્ષમતાઓને પણ મજબૂત કરશે
  • નેપાળે ગયા મહિને જ BHIM-UPIનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું
  • ભારત દ્વારા વિકસિત યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ UPIની શરૂઆત ભારતમાં 2016માં થઈ હતી

યોજના સાથે સંકળાયેલા લોકોએ કહ્યું કે નેપાળમાં કાર્ડની રજૂઆત ટેકનોલોજી અને નવીનતાના ઉપયોગ સાથે નાણાકીય સગવડ અને સશક્તિકરણ માટે નવો માર્ગ મોકળો કરશે. તેમણે કહ્યું કે આ માત્ર RuPay કાર્ડ ધારકો માટે ચૂકવણીને સરળ બનાવશે નહીં પરંતુ નેપાળની પેમેન્ટ ઇકોસિસ્ટમ ક્ષમતાઓને પણ મજબૂત કરશે.

BHIM-UPI નેપાળમાં ગયા મહિને જ શરૂ થયું
છેલ્લા મહિનામાં એટલે કે માર્ચમાં નેપાળે ડિજિટલ વ્યવહારો માટે ભારત દ્વારા વિકસિત યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. PIB મુજબ ભૂટાને આ વર્ષની શરૂઆતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે BHIM-UPI આધારિત ડિજિટલ ટ્રાન્ઝેક્શન અપનાવ્યું હતું. માર્ચમાં નેપાળે પણ ભારતની UPI સિસ્ટમ અપનાવી છે. UPIની શરૂઆત ભારતમાં 2016માં થઈ હતી.

Most Popular

To Top