Vadodara

40 ફૂટની બોટ પર 21 ફૂટની શિવાજીની પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રા

વડોદરા: વડોદરામાં 22 વર્ષથી શ્રી સાંઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા  છત્રપતિ શિવાજી મહારાજની  તિથિ   અનુસાર જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા બે વર્ષ કોરોનાને કારણે શોભાયાત્રા યોજાઈ શકી ન હોવાથી આ વર્ષે શોભા  યાત્રા સહિતના સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ વર્ષે વડોદરા શહેરના સમસ્ત મંડળો અને તમામ મહારાષ્ટ્રીયન સમાજના ભાઈ – બહેનો અને બાળકોએ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રામાં ભાગ  લીધો હતો. મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ યુવાનો યુવતીઓ ,નાના બાળકો પરંપરાગત વેશભૂષા ધારણ કરીને શોભાયાત્રામાં જોડાયા હતા. યુવતીઓ અને મહિલાઓ નવવારી સાડી  પહેરીને અને ફેટા ધારણ કરીને શોભાયાત્રામાં જોડાઇ હતી.જ્યારે યુવાનો પણ કેસરી સાફા પહેરીને જોડાયા હતા.  જ્યારે નાના બાળકો હિન્દૂ દેવી દેવતાઓની, મહાભારતના પાત્રો, સેનાના જવાનો, શિવાજી મહારાજ સંભાજી મહારાજ, માતા જીજાબાઈ સહિત વિવિધ વેશભૂષા ધારણ કરીને  શોભાયાત્રા માં જોડાયા હતા.

છત્રપતિ શિવાજી મહારાજની વિરાટ પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવશે. પૂર્વ મેયર ભરત ડાંગર  સહિત સ્થાનિક કાઉન્સિલરો અને  સંતો મહંતોએ  ઉપસ્થિત  રહીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.છત્રપતિ શિવાજી મહારાજની વિરાટ પ્રતિમા સહિતની  શોભા યાત્રા કાળુપુરા ચેવલેના  ખાંચાથી નીકળશે નવાબજાર મેઈન રોડથી  ચાપાનેર દરવાજા , એમ.જી.રોડ, ન્યાય મંદિર પદમાવતી શોપિંગ સેન્ટર,  ગાંધીનગર ગૃહ · અમદાવાદી પોળ , સરદાર ભુવનના ખાંચા, જ્યુબેલીબાગ ભક્તિ સર્કલ , નવાબજાર મેઈન રોડ થઈ યેવલેના ખાંચામાં પૂર્ણ થઈ હતી. યાત્રાના રૂટ પર ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત શહેરમાં વિવિધબ સંસ્થાઓ દ્વારા છત્રપતિ શિવાજી  મહારાજનો જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી. વડોદરા બરાનપુરા ખાતે  આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા  છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું પૂજન અર્ચન અને અભિષેક કરીને પુષ્પાંજલિ કરવામાં આવી હતી.  ઉપરાંત વાઘોડિયા રોડસ્થિત હિન્દૂ સંગઠનદ્વારા યુવાનો યુવતીઓ અને સ્થાનિક કાઉન્સિલરો એ  સ્કૂટર અને બાઇક રેલી યોજી હતી.

Most Popular

To Top