વલસાડઃ વલસાડ (Valsad) પારડી પોલીસે દારૂની (Alcohol) ની હેરફેર મુદ્દે બે ઈસમની ધરપકડ કરી છે. આ ઇસમો દમણથી (Daman) વલસાડ તરફ દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ ગયા છે. તેમાંનો એક પોતાની કારમાં (Car) ખાખી વર્દી રાખી પોલીસવાળાઓને ચકમો આપી દારૂની હેરાફેરી કરતો હતો. જ્યારે બીજા પાસેથી પ્રેસ કાર્ડ મળી આવ્યો છે. પારડી નેહાનં.48 ખડકી હાઈવે પર એપીકલ હોટલ પાસે કાર નં. જીજે-15-સીએ- 7600ને પોલીસે અટકાવી હતી. કારમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 92 જેની કિં.રૂ.25,400 મળી આવી હતી. ઉપરાંત રોકડા રૂ. 1.50 લાખ તેમજ કારની કિં. રૂ.3 લાખ મળી કુલ રૂ. 5 લાખ 10 હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. પોલીસે મુકેશ અરવિંદ મોદી (રહે. ધરમપુર) અને આશિષ દલપત મોદી (રહે. સુરત અડાજણ)ને ઝડપી પાડ્યા હતા. જયારે માલ ભરાવનાર દમણના ઈસમને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી મુકેશ મોદી પાસેથી પ્રેસનો કાર્ડ, 1.50 લાખ રોકડા અને પોલીસ જેવો ખાખી શર્ટ મળી આવ્યો હતો. પોલીસે બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતા.
રાજ્યના છેવાડે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણથી મોટાપાયે વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે અવનવા પ્રયાસો બુટલેગરો કરતા હોય છે. હાલ પણ આ જ રીતે વલસાડમાં દારૂ લઇને આવી રહેલાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક વ્યક્તિને પોલીસ બનવાનો ભારે પડ્યું છે. આ ઘટનાની પારડી પોલીસ મથકના PSI કે.એમ. બેરિયાની ટીમે બાતમીના આધારે નેશનલ હાઈવે ન. 48 ઉપર ખડકી એપીકલ હોટલ પાસે કારને રોકી હતી. કારમાં તપાસ કરતા વિદેશી દારૂ, 1.50 લાખ રોકડા સહિત 5 લાખ 10 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કારમાં દારૂ લઇ જતા રોકડા દોઢ લાખ સાથે બે આરોપી ખડકી હાઇવે પર ઝડપાયા હતા.
મળતી માહિતી મુજબ ધરમપુરના મુકેશ અરવિંદ મોદી અને સુરત અડાજણના આશિષ દલપતભાઈ મોદી દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. પારડી પોલીસને બે આરોપી પૈકી ધરમપુરનો આરોપી મુકેશ મોદી પાસેથી પ્રેસનું કાર્ડ અને ખાખી શર્ટ મળી આવ્યો હતો. આમ ખાખી વર્દીની આડમાં દમણથી વલસાડ તરફ કારમાં મોટી માત્રામાં હેરાફેરી કરતા દારૂ સાથે પારડી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પારડી પોલીસે રોકડા દોઢ લાખ, કાર સહીત 5.10 લાખનો મુદ્દામાલ, પ્રેસ કાર્ડ કબ્જે કર્યો હતો. જયારે માલ ભરાવનાર દમણના ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. અહી દારૂની વધુ હેરફેર થતી હોવાથી વલસાડ પોલીસ પણ એક્ટિવ જોવા મળતી હોય છે. પેટ્રોલિંગ દરમિયાન લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાતો હોય છે. હાલમાં પણ વલસાડના પારડી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક કારને રોકી તેમાંથી તપાસ કરતા મોટી સંખ્યામાં વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.