છેલ્લા કેટલાક લાંબા સમયથી પોષ્ટ ઓફીસ, સરકારી બેન્કો અને અન્ય બીજી સરકારી સંસ્થાઓમાં કર્મચારીઓ મોટી સંખ્યામાં નિવૃત્ત થઇ રહ્યા છે અને તેરી સામે નવા કર્મચારીઓની નિમણૂક શૂન્ય છે જેને પરિણામ સ્વરૂપ ગ્રાહક સેવાઓ પર તેની વિપરિત અસરો જોવા મળે છે. આ ઉપરોકત સંસ્થાઓમાં 15 મિનિટ કાર્ય 1 કલાકે થાય છે અને ગ્રાહકો અને વિશેષ કરીને વરિષ્ઠ નાગરીકોએ ખૂબ જ સહન કરવું પડે છે. આજે દેશની સૌથી મોટી સમસ્યાઓ માંથી એક સમસ્યા બેકારી છે તો કેન્દ્ર સરકાર ગ્રાહકોને યોગ્ય અને સમયસર સેવાઓ મળે અને સરકારી નોકરી ઇચ્છુક યોગ્ય ઉમેદવારને નોકરી મળે એ ધ્યાનમાં રાખીને ખાલી પડેલી તમામ જગ્યાઓ પર તાત્કાલીક નવા કર્મચારીઓની ભરતી કરે જે ન્યાય સંગત અને જરૂરી છે.
સુરત – રાજુ રાવલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.