ભરૂચ: (Bharuch) ભગવાન શ્રીરામે રામસેતૂ બનાવવા તરતા પથ્થરોનો (Stone) ઉપયોગ કર્યો હતો. અંકલેશ્વરના સૂરવાડી ગામમાં દિનેશભાઇ પટેલને આશરે બે વર્ષ પહેલા તેમના ખેતર પાસેથી પસાર થતી વરસાદી કાંસમાંથી તરતો પથ્થર મળ્યો હતો. દિનેશભાઈ આ પથ્થરની સ્થાપના કરી દરરોજ અગરબત્તી અને પૂજા કરે છે. તેઓ દર શનિવારે એક પ્લાસ્ટિકના ટબમાં પાણી મૂકી તેની અંદર આ પથ્થર મૂકે છે, આ પથ્થર પાણીમાં તરતો રહે છે, જે સવારથી સાંજ સુધી દર્શન માટે ખુલ્લો રાખે છે. આવા તરતા પથ્થરો પૂમિસ (Pumice) પથ્થરો તરીકે ઓળખાય છે. પૂમિસ એ જ્વાળામુખી ફાટવાથી તેમાં નીકળતા લાવાનાં સ્વરૂપે તેનું સર્જન થાય છે. જ્યારે આવા લાવા અત્યંત દબાણ હેઠળ બહાર નીકળે છે ત્યારે બહારની હવા સાથે સંપર્કમાં આવતા ઝડપી ઠંડક અને ઝડપી ડિપ્રેસ્યુરાઇઝેશનને કારણે પૂમીસ પથ્થરનું સર્જન થાય છે.
- રામસેતૂ બનાવવા માટે આવા જ તરતા પથ્થરોનો ઉપયોગ ભગવાન રામે કર્યો હતો
- જ્વાળામુખી ફાટવાથી તેમાં નીકળતા લાવાનાં સ્વરૂપે મળતો પથ્થર તરતો હોવાનો વિજ્ઞાન શાસ્ત્રનો મત
પૂમિસ તરીકે ઓળખાતા પથ્થરની ઘનતા પાણીની ઘનતા કરતા ઘણી ઓછી છે જેથી તે પાણીમાં તરે છે
એન્વાયરમેન્ટમાં કામ કરતા અમીત રાણા કહે છે કે વિજ્ઞાન અને ચમત્કાર એકબીજાના પૂરક છે. ગુજરાત ડેક્કન ભૂમિનો એક ભાગ છે જ્યાં ઘણા વર્ષો અગાઉ આવી ભૂમિનાં સર્જનને કારણે અહી આવા પથ્થરો જોવા મળે છે. પુમીસ પથ્થરની ઘનતા પાણીની ઘનતા કરતા ઘણી ઓછી છે જેથી તે પાણીમાં તરે છે’ પુમિસ પથ્થરમાં કાણા અને એર પોકેટ જોવા મળે છે. તેની રચનામાં સિલિકોન ડાયોક્સાઇડ અને એલ્યુમિનિયમ ડાયોકસાઈડના બનેલા છે તેમજ ઝિર્કોન જેવા ખનિજ પણ જોવા મળે છે.