Business

એ.ટી.એમ. મશીનમાં ફક્ત પાંચસો અને બે હજારની નોટ જ કેમ?

પ્રજાને તથા બેંકને તકલીફ ન પડે એટલા માટે એ.ટી.એમ. મશીનો મુકવામાં આવેલ છે. જેથી ચોવીસ કલાક જ્યારે જરૂર પડે ત્યારે પૈસા મળી રહે, પરંતુ એ.ટી.એમ. મશીનમાં લગભગ બધી જગ્યાએ પાંચસોની નોટ જ વધારે નીકળે છે. પાંચસો થી ઓછા અથવા બસો કે સો ના ગુણાકમાં પૈસા જોઈતા હોય તો શુ કરવુ? આ બાબતે પ્રજાને ઘણી હાલાકીનો ભોગ બનવો પડે છે. કોઈને પાંચસોથી વધારે અને એક હજારથી ઓછા પૈસા ઉપાડવા હોય તો તકલીફ થાય છે. માટે બેંકને નમ્ર અરજ છે કે પાંચસોની સાથે બસો અને સોની નોટ પણ એ.ટી.એમ. મશીનમાં મુકવા વિનંતી.
સુરત     – કલ્પના વૈદ્ય– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top