વલસાડ: (Valsad) વલસાડ નજીકના નંદાવલા હાઇવે ઉપર આવેલા શીવપૂજા સોસાયટીમાં પરિવારજનો ઘરમાં ઊંઘતા રહ્યાને તસ્કરોએ (Thief) એકી સાથે ૩ ઘરના તાળા તોડીને ઘરમાંથી સોના-ચાંદીના (Gold Silver) દાગીના મળી કુલ રૂ. ૨.૫૦ લાખની ચોરી કરી ગયા હતા. જે અંગેની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
- વલસાડના નંદાવલાની સોસાયટીના ૩ ઘરના તાળા તોડીને તસ્કરો ૨.૫૦ લાખની મત્તા ચોરી કરી ગયા
- વલસાડના નંદાવલા હાઇવે નજીક આવેલા શિવપૂજા સોસાયટીમાં થઈ ચોરી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના નંદાવલા હાઇવે નજીક આવેલા શિવપૂજા સોસાયટીમાં રહેતા રાકેશ નટુ પટેલ, બાજૂમાં જયેશ ટંડેલ અને ભોળાભાઈ રો હાઉસમાં રહે છે. રાત્રે રાકેશ તેમના પરિવાર સાથે સુઈ ગયા હતા. તસ્કરોએ ઘરના દરવાજાનું લોક તોડી બેડરૂમમાં સુતેલા પરિવારને બહારથી દરવાજો બંધ કરી લોક કરી દીધો હતો. બીજા બેડરૂમમાં મુકેલા કબાટ ખોલી તિજોરીમાં મુકેલા સોનાના 5 તોલા દાગીના તેમજ 5 હજાર રૂપિયા રોકડા, બાજુમાં રહેતા જયેશ ટંડેલના ઘરેથી ૪૦ હજાર રોકડા ચોરી કરી ગયા હતા.
જ્યારે ત્રીજા રો હાઉસમાં રહેતા ભોલાભાઈ છેલ્લા એક મહિનાથી બંધ કરી સુરત રહેતા હતા. જેથી આ બંધ ઘરમાંથી ચોરટાઓને કશું હાથ લાગ્યું ન હતું. જ્યારે પરિવારજનો સવારે ઉઠતા બેડરૂમનો દરવાજો ખૂલ્યો ન હતો. જેથી પડોશીને બોલાવીને દરવાજો ખૂલ્યો હતો. ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થતાં આજુબાજુના સોસાયટી વાળા ત્યાં આવી પહોંચ્યા હતા. જ્યારે જે અંગેની જાણ પોલીસને કરી હતી. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જે અંગેની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
કારમાં ચોરખાના બનાવીને લઈ જતાં રૂ. ૬૩ હજારનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો
વલસાડના ધમડાચી પીરૂ ફળિયા હાઇવે પરથી એલસીબી પોલીસે કારની અંદર ચોરખાના બનાવીને લઈ જવાતો રૂ.૬૩,૬૦૦નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી બેની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એલસીબી પોલીસની ટીમ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળેલ કે, મહેન્દ્રા મેક્સ કારમાં દારૂ લઇ જવાનો હોય, જે બાતમીના આધારે ધમડાચી પીરૂ ફળિયા સરોવર હોટલની પાસે નેશનલ હાઇવે નંબર 48 સુરત તરફ જતા માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી મહેન્દ્રા મેક્સ ગાડી આવતા પોલીસે ગાડી અટકાવી હતી. ગાડીના છતના ભાગે ચોરખાનું બનાવીને લઈ જવાતો રૂ. ૬૩, ૬૦૦નો ઇંગ્લિશ દારૂ ૪૦૮ બોટલ નંગ મળી આવી હતી. પોલીસે સેલવાસ નરોલીનો કારચાલક ભવરરામ નારાયણરામ જાટ અને શ્યામલાલ આહરામ જાટ બંનેની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.